ઝાલોદ તાલુકાના ભાજપના ઉમેદવાર મહેશ ભૂરિયા દ્વારા વિજય શંખનાદ સંમેલન યોજાયું

ઝાલોદ,
ઝાલોદ 130 વિધાનસભાના ભાજપના ઉમેદવાર મહેશ ભૂરિયા આજ રોજ લીમડી કંબોઇ ધામ ખાતેથી આશીર્વાદ લઈ વિજય શંખનાદ સંમેલન કાઢવામાં આવ્યું. લીમડી કંબોઇ ધામ ખાતે સ્વયંભૂ માનવ મહેરામણ ઉમટી પડેલ હતું અને મહેશ ભૂરિયા સાથે ઝાલોદ આવા માટે રેલીમા જોડાયા. રેલીમાં ઢોલ કુંડી સાથે ભાજપના ઝંડાઓથી ખૂબ મોટા પ્રમાણમાં લોકો જોડાયા હતા. ઝાલોદ આઇ.ટી.આઇ ખાતે મહેશ ભૂરિયા દ્વારા વિજય શંખનાદ સંમેલન યોજવામાં આવ્યું હતું .આ સંમેલનમાં હજારો લોકોની સંખ્યામાં મહેશભાઈ ભૂરીયાના સમર્થનમાં લોકો સ્વયંભૂ ઉમટી પડ્યા હતા. આ સંમેલનમાં દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય ભાવેશભાઇ કટારા, બી.ડી. વાઘેલા તેમજ મોટા પ્રમાણમાં ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ સહુ સમર્થકો દ્વારા મહેશભાઈ ભૂરિયા તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ ના નારા સાથે મહેશભાઈ ભૂરિયાને વધાવી લીધો હતો. ત્યારબાદ સહુ સમર્થકોના આશીર્વાદ લઇ ઝાલોદ પ્રાંત કચેરી ખાતે તેઓએ ચૂંટણી અધિકારીને ભાજપ મેન્ડેટ પર પોતાનું ફોર્મ ભર્યું હતું. ત્યાર બાદ મહેશભાઈ ભૂરિયા દ્વારા મીડિયાની સામે પોતાની ભવ્ય જીતનો દાવો કર્યો હતો.