સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં આજે મોટાભાગના કોર્ષમાં બેઠકો ખાલીખમ છે. ગુજરાત બોર્ડના પરિણામોને સમય થવા છતાં પણ આજ સુધીમાં ફક્ત ૪૦.૩૫ ટકા જેટલી બેઠકો ભરાઈ છે. વિદ્યાર્થીઓ હવે સરકારી કરતાં ખાનગી યુનિવસટિ તરફ વળ્યા છે. સરકારી યુનિવર્સિટી માં પ્રવેશ પ્રક્રિયામાં વધુ પડતો વિલંબ થવાના કારણે અડધા કરતાં પણ વધુ બેઠકો ખાલી પડી છે. ગુજરાત બોર્ડના ધો.૧૨ના પરિણામ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં પ્રથમ રાઉન્ડમાં માત્ર ૪૦ ટકા બેઠકો ભરાઈ છે.
સોરાષ્ટ્ર યુનિવર્સિટી માં કુલ ૧,૧૮,૨૪૦ બેઠકો છે તેની સામે હજુ સુધી ફક્ત ૪૭,૭૧૪ વિદ્યાર્થીઓએ એડમિશન માટે અરજી કરી છે. આ અરજી કરનાર વિદ્યાર્થીઓમાં ખાસ એજ્યુકેશન, સાયન્સ, આકટેક્ચર, આર્ટસ, બિઝનેસ મેનેજમેન્ટ, કોમર્સ, મેડિકલ, હોમ સાયન્સ, લો, પરર્ફોમગ આર્ટસ સહિતની ફેકલ્ટી માટે રજીસ્ટ્રેશન કર્યું છે. કહી શકાય કે પ્રવેશ પ્રક્રિયામાં પ્રથમ રાઉન્ડમાં ૬૦ ટકા જેટલી બેઠકો ખાલીખમ છે. આગામી દિવસોમાં વધુમાં વધુ ૨૦ ટકા બેઠકો ભરાવાનું અનુમાન છે કારણ કે વિદ્યાર્થીઓએ એડમિશન ના મળવાના ડરમાં ખાનગી યુનિવસટીમાં પ્રવેશ લેવા લાગ્યા છે.