ગુજરાતમાં ફરી એક વાર વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતના પાલ વિસ્તારથી રૂંવાડા ઉભા કરી દે તેવી ઘટના બનતા આસપાસ વિસ્તારમાં શોકમય માહોલ સર્જાંયો છે. બે વર્ષનું માસૂમ બાળક સાતમાં માળેથી નીચે પટકાતા મોતને ભેટ્યું.
શ્રીપદ સેલિબ્રેશન બિલ્ડિંગમાં મહિલા હાઉસકીપિંગનું કામ કરવા આવી હતી.માતા કામ કરી રહી હતી,તે દરમિયાન બાળક રમતા રમતા સાતમા માળેથી નીચે પટકાયું. બાળકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યુ હતુ. પરંતુ સિવિલના તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો છે. આ સમગ્ર ઘટના અંગે પાલ પોલીસે તપાસ હાથ ધરી છે.