જમ્મુના કટરામાં શિવ ખોડી ગુફા મંદિરથી માતા વૈષ્ણોદેવી મંદિર સુધી તીર્થયાત્રીઓને લઈ જઈ રહેલી બસ પર આતંકીઓનો ગોળીબાર અને ત્યારબાદ થયલે દુર્ઘટના જેટલી દુ:ખદ છે, એટલી જ ચિંતાજનક પણ. દુ:ખદ એટલા માટે કે સામાન્ય રીતે તીર્થયાત્રીઓને નિશાનો નથી બનાવવામાં આવતા અને ચિંતા એટલેકે જમ્મુમાં વૈષ્ણોદેવી માર્ગને પણ જો નિશાનો બનાવાયો, તો આ એક મોટો પડકાર છે. દુર્ઘટના બહુ ભયાનક હતી. એક બાળક સહિત દસ તીર્થયાત્રીઓ મોતને ભેટ્યા છે અને ૩૦થી વધુ ઘાયલ થયા છે. શું આ હુમલો કરવાની આતંકીઓની નવી પદ્ઘતિ છે? શું તેમણે જાણીજોઈને બસચાલક પર ગોળીઓ ચલાવી, જેથી બસ અનિયંત્રિત થઈને ખાઈમાં જઈ પડે? જોકે સુરક્ષા દળોને શંકા છે કે આતંકીઓનો ઇરાદો બસ રોકીને ગોળીઓ વરસાવવાનો હતો. રિયાસીની આ ઘટના અનેક સવાલ ઊભા કરે છે. તેની પાછળ કોઈ ષડયંત્રના સંકેત મળે છે અને આ નવા આતંકી ષડયંત્રના તમામ તાણાવાણા ખોલવા સુરક્ષા દળો અને ગુપ્તચર એજન્સીઓની પ્રાથમિક્તા હોવી જોઇએ.
જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ મૃતકોના પરિજન અને પીડિત લોકો માટે યોગ્ય રીતે જ વળતરની જાહેરાત કરી છે અને રાહતના પ્રયાસ કરાઈ રહ્યા છે. સંવેદનાઓની હારમાળા સર્જાઈ છે અને આતંકીઓની કાયરતાની નિંદા થઈ રહી છે. એ વાત ઉલ્લેખનીય છે કે આ હુમલો એ જ દિવસે થયો છે જે દિવસે કેન્દ્રીય મંત્રીમંડળ માટે શપથ ગ્રહણ કાર્યક્રમ હતો. દેખીતું છે કે આ આતંકી હુમલો સરકારને સીધો પડકાર છે. તેનો સખત જવાબ આપણી સુરક્ષા એજન્સીઓએ આપવો જોઇએ. સુરક્ષા દળોએ બહુ મહેનતથી વૈષ્ણોદેવી માર્ગને નિષ્કંટક બનાવી રાખ્યો હતો, હવે ફરી ઉગી નીકળેલા કાંટા ઉખાડી ફેંકવાનો સમય આવી ગયો છે. કાશ્મીર અને જમ્મુના સંવેદનશીલ રસ્તા પર દરેક જગ્યાએ પહેરો બેસાડવો વ્યાવહારિક નથી, પરંતુ આવા હુમલાની હિમાક્તને સડક પર ઉતરતાં પહેલાં જ ઠેકાણે પાડી દેવા યોગ્ય છે. શું આતંકી હુમાલ વિશે કોઈ ઇનપુટ હતા? જો ન હોય તો તે ગંભીર બાબત છે. શું મહત્ત્વપૂર્ણ રસ્તાઓ પર પોલીસ પેટ્રોલિંગમાં ઘટાડો થયો છે? આ આતંકી હુમલાએ વિચારવા મજબૂર કરી દીધા છે. શું કોઈ નવી આતંકી ટોળકી સક્રિય થઈ છે? વૈષ્ણોદેવીના આખા માર્ગ પર એ સ્થાનિક લોકોની જવાબદારી છે કે તેઓ દેવી દર્શન માટે આવનારા તમામ મહેમાનોની સુરક્ષા સુનિશ્ર્ચિત કરવામાં મદદ કરે. પોલીસ ગ્રામ સુરક્ષા ગાર્ડ્સને સચેત પણ કર્યા છે, પરંતુ હવે પહેલાંની તુલનામાં વધુ ચુસ્તતાનો સમય આવી ગયો છે. યાન આપવાની વાત છે કે વૈષ્ણોદેવી તીર્થનાં દર્શન માટે એક દિવસમાં સરેરાશ ૨૫ હજાર લોકો જાય છે. દેશભરથી જ નહીં, બલ્કે વિદેશથી પણ શ્રદ્ઘાળુ મોટી સંખ્યામાં દર્શન માટે આવે છે. બેશક, જમ્મુ-કાશ્મીરમાં માહોલ સુધર્યો છે, ત્યારે પર્યટકો અને શ્રદ્ઘાળુઓની સંખ્યામાં વધારો થયો છે. વૈષ્ણોદેવી તીર્થને કારણે હજારો કરોડ રૂપિયાનો વ્યવસાય થાય છે, તેનો એક મોટો હિસ્સો સ્થાનિક લોકોના ખિસ્સામાં જાય છે. દેશદ્રોહી આતંકી એ ષડયંત્ર કર શકે કે જમ્મુ-કાશ્મીરના લોકોને પહેલાંની જેમ મજબૂર બનાવી રાખવા માટે અર્થવ્યવસ્થાને કમજોર કરે. હવે સરકારે યુદ્ઘ સ્તર પર આશ્ર્વસ્ત કરવા જોઇએ કે સહેલાણીઓ, શ્રદ્ઘાળુઓનું અહીં આવવું ઘટી ન જાય અને સ્થાનિક અર્થવ્યવસ્થા મજબૂત થતી જાય. આ જ જવાબ આતંકવાદીઓને નેસ્તનાબૂદ કરશે.