દાહોદમાં બિનખેતી પ્રિમીયમ ચોરીમાં વધુ એક વ્યકિતની પુછપરછ હાથ ધરતાં મોટા માથાની સંડોવણી સામે આવે તેવી શકયતા

દાહોદ, શહેરમાં બહુચર્ચિત ખેતીની જમીનને બિનખેતીમાં ફેરવી કરોડ રૂપિયાનો સરકારના પ્રીમિયમની ચોરી કરનાર દાહોદ પોલીસે કુલ ત્રણ ઈસમોને કરવામાં આવી છે. ત્યારે પોલીસે વધુ એક વ્યક્તિની પૂછપરછ આદરતા આવનાર દિવસોમાં અનેક મોટા માથાઓની સળવણી બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

દાહોદ શહેરમાં નકલી કચેરી કૌભાંડ હોય કે પછી મોટા પાયે સરકારી કામોના કૌભાંડો હોય જેમાં દાહોદ જીલ્લો મોખરે રહેતો આવ્યો છે અને તેમાંય ખાસ કરીને દાહોદ જીલ્લા ના તારો કૌભાંડોમાં સામેલ થતા હોય છે. ત્યારે આ તમામ કૌભાંડો વચ્ચે વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. જેમાં દાહોદ શહેરના શૈશવ પરીખ, ઝકરીયા ટેલર અને હારૂં રહીમભાઈની પોલીસે અટકાયત કરી હતી. ત્યારે આ તમામ લોકોના પોલીસ રિમાન્ડ દરમિયાન અનેક નામો ખુલ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે આ વચ્ચે વધુ એક નામે દાહોદ જીલ્લામાં ભારે ચર્ચા મચાવી છે. જેમાં ઉપરોક્ત ઈસમોની સાથે જમીન પ્રીમિયમ કૌભાંડમાં નામાંકિત બિલ્ડર કુત્બી રાવતનું નામ સામે આવ્યું છે. જેમાં આ કુત્બી રાવત વિદેશ ગયો હતો અને ગતરોજ દાહોદ શહેરમાં આવતા પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ કરી રહી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત પોલીસે કુત્બી રાવતની ઓફિસમાં તપાસનો ધમધમાટ આરંભ કરતા અગત્યના દસ્તાવેજો પણ મળી આવ્યા હોવાનું કહેવાય રહ્યું છે. ત્યારે આવનાર દિવસમાં આ જમીન પ્રીમિયમ પ્રકરણમાં મોટા માથાઓની પણ સંડોવણી બહાર આવે તેમ છે.