શહેરા,શહેરામાં મંગળવારની રાત્રીએ પવન સાથે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. મેઘરાજા એક કલાક સુધી વરસતા ગરમીમાં રાહત થવા સાથે રસ્તા પરથી વરસાદી પાણી વહેતું જોવા મળી રહેલ હતું. વરસાદના આગમન સાથે પરંપરા મુજબ વીજળી ગુલ થઈ જતા લોકોને અંધારામાં રહેવું પડવા સાથે ગ્રામીણ વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો હતો.