શહેરા વન વિભાગના આર એફ રોહિત પટેલે પેટ્રોલિંગ દરમિયાન ટ્રક અને ટ્રેકટર માંથી બે નંબરી લાકડા ઝડપી પાડ્યા

  • કાકરી અને સાદરા ગામ પાસેથી પસાર થતા માર્ગ ઉપરથી બે નંબરી પંચરવ લાકડા ભરેલ બે વાહનો ઝડપાયા.
  • વન વિભાગ એ ટ્રક ટ્રેક્ટર અને પંચરવ લાકડા મળીને અંદાજિત રૂપિયા પાંચ લાખનો મુદ્દામાલ કબજે કર્યો.

શહેરા,

શહેરા વન વિભાગના આર.એફ. ઓ રોહિત પટેલ એ પેટ્રોલિંગ દરમિયાન કાંકરી અને સાદરા ગામ તરફ જવાના માર્ગ ઉપર થી લાકડા ભરેલ બે વાહન પકડી પાડ્યા હતા. વન વિભાગે ટ્રેક્ટર, ટ્રક અને પંચરવ લાકડા મળીને અંદાજિત રૂપિયા પાંચ લાખનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં પાસ પરમીટ વગર થતી લાકડાની હેરાફેરી અટકાવવા માટે વનવિભાગના આર.એફ.ઓ. રોહિત પટેલ તથા સ્ટાફ તાલુકાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. વન વિભાગના આર.એફ.રોહિત પટેલએ કાંકરી પાસે અને સાદરા ગામ પાસે પસાર થતા માર્ગ ઉપરથી પંચરવ લાકડા ભરેલ ટ્રક અને ટ્રેક્ટરને પકડી પાડયા હતા. આ બન્ને લાકડા ભરેલ વાહનોના ચાલક પાસે લાકડાની હેરાફેરી કરવા માટેના જરૂરી કાગળો માંગતા મળી નહિ આવતા બે નંબર લાકડા ભરેલ હોવાનું વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર રોહિત પટેલને માલુમ થતાં તેઓ દ્વારા લાકડા ભરેલ બે વાહનને વન વિભાગની કચેરી ખાતે લાવીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. વન વિભાગ એ ટ્રક, ટ્રેક્ટર અને પંચરવ લાકડા મળીને અંદાજિત રૂપિયા 5 લાખનો મુર્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વન વિભાગના આર.એફ.ઓ. રોહિત પટેલ દ્વારા તાલુકામાં બે નંબર લાકડાની હેરાફેરી અટકાવવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા લાકડા ચોરોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.