ગોધરા પાલિકાની બીજી ટર્મ પ્રમુખ વરણીને 10 માસ બાદ પણ કમિટીની ચેરમેનની વરણીને લઈ પોસ્ટ સોશ્યલ મીડીયામાં વાયરલ થઈ

  • પાલિકા પ્રમુખે ખુલાસો કર્યો કે, આ મહિનામાં બોર્ડની મીટીંગમાં નિર્ણય લેવાશે.

ગોધરા, ગોધરા નગર પાલિકાના પ્રમુખના અઢી વર્ષના સમયગાળો પુરો થતાં બીજા અઢી વર્ષ માટે નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઈ હતી. પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થાય તે 10 માસનો સમયગાળો થવા છતાં પાલિકા પ્રમુખ દ્વારા એકપણ કમીટીના ચેરમેનની કે ખાતાથી વહેચણી નહિ કરાતા પાલિકાના લોલમપોલ વહીવટની પોસ્ટ સોશ્યલ મીડીયામાં વાયરલ થઈ છે.

ગોધરા નગર પાલિકાના પ્રથમ અઢી વર્ષના પ્રમુખની મુદ્દત પુરી થતાં પાલિકાના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઈ હતી. પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થયાને 1માસ જેટલો સમયગાળો વિતી ગયેલ હોય તેમ છતાં પાલિકાની વિવિધ વિભાગની કમીટીના ચેરમેન કે ખાતા વહેંચણી કરાઈ નથી. પાલિકા પ્રમુખ દ્વારા કમીટીના ચેરમેન કે સમિતિની રચના નહિ કરવામાં આવેલ હોય જેને લઈ પાલિકાના લોલમપોલ વહિવટ અંગેની સોશ્યલ મીડીયામાં પોસ્ટ વાયરલ કરાઈ હતી. આ સોશ્યલ મીડીયામાં વાયરલ થયેલ પોસ્ટ અંગે પ્રતિક્રિયા આપતા પાલિકા પ્રમુખ જયેશભાઇ ચૌહાણે જણાવ્યુંં કે, લોકસભાની ચુંટણી જાહેર થયા બાદ 3 મહિના આચાર સંહિતા રહી હતી. આચાર સંહિતામાં પાર્ટી દ્વારા કમીટીના ચેરમેન અને વિભાગની ફાળવણી કરી શકાતી નથી. જેને લઈ કમીટી ચેરમેનની વરણીમાંં સમય લાગ્યો છે. આ મહિનામાં બોર્ડની મીટીંગ બોલાવવામાં આવશે અને કમીટીની ફાળવણી કરાશે. કમીટીના ચેરમેનની વરણી માત્ર પ્રમુખ કરે તેવું હોતું નથી. આ કમીટી ચેરમેનની વરણી બીજેપી સંંગઠન નકકી કરતું હોય છે. પછી જ બોર્ડ બનતા હોય છે. આવા સીધા આક્ષેપ કરવા ખોટા છે. તેમ જણાવ્યું.