આદિજાતિ શાળા ખાતે સ્ટુન્ટડ પોલીસ કેડેટ સમર કેમ્પ 2024 અડાદરા આદિવાસી આશ્રમ શાળા ખાતે યોજાયો

ગોધરા, પંચમહાલ જીલ્લા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત વિવિધ તાલુકામાંથી સ્કૂલનાં 372 બાળકો વધુ બાળકોનો જીલ્લા કક્ષાનો સમર કેમ્પ 2024 કાલોલ તાલુકાના અડાદરા ખાતે આદિજાતિ આશ્રમ શાળામાં તા. 6 જુન થી 11 જૂન 2024 દરિમ્યાન સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આ કેમ્પનો મુખ્ય હેતુ બાળકોનો સર્વાંગી વિકાસ, આત્મનિર્ભર બને તેનામાં રહેલી વિવિધ શકિત કળાઓ બહાર લાવીને બાળકો સમાજમાં સારો નાગરિક બનીને કાયદો વ્યવસ્થા પાલન કરે તેમાં વિવિધ પ્રકારની હરીફાઈ રમતો રસ્સાખેચ, ખોખો, કબડ્ડી, ક્રિકેટ, લીબું ચમચી, કોથળા દોડ વગેરે કાયદાનું જ્ઞાન ડીઝાસ્ટર મેનેજમેન્ટ, બચાવકાર્ય, ડોગસ્કોડ, સાયબર કાઇમ, ટ્રાફિક મેનેજમેન્ટ, માર્ગદર્શન, યોગા, આદર્શ ગામની મુલાકાત, મલાવ કૃપાલું આશ્રમ રૂબરૂ મુલાકાત લીધી હતી. પીટી પરેડ, સૂર્ય નમસ્કાર, કસરતો તેમજ સમૂહ ચર્ચા એક બીજાની ઓળખ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર સમર કેમ્પ સંચાલન ડી.એચ.રાઠોડ પીએસઆઇ પ્રવીણસિંહ, એ.એસ.આઈ. રૂચિકાબેન એ.એસ.આઈ તેમજ તમામ પોલીસ સ્ટાફ અને વિવિધ સ્કૂલના શિક્ષકો સાથે મળીને બાળકોને સફળ તાલીમ આપવામાં આવી હતી. જેથી તમામ બાળકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળયો હતો.