ખાનપુર તાલુકામાંં ખેતરમાં ગળે ફાંસો ખાધેલ હાલતમાં વૃધ્ધનો મૃતદેહ મળી આવ્યો

ખાનપુર, ખાનપુર તાલુકામાં એક વૃધ્ધ અગમ્ય કારણોસર ખેતરમાં રસી વડે ગળે ફાંસો ખાઈ લીધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. 60 વર્ષના વૃદ્ધનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવતાં બાકોર પોલીસ સ્ટેશનમાં જાહેરાત નોંધાવવામાં આવી હતી.

ખાનપુર તાલુકાના બાકોર નજીક આવેલા નવાધરા ગામના રહેવાસી રામાભાઈ શનાભાઈ ડામોર, ઉંમર 60 વર્ષ જે ખેતી કામ કરતા હતા. તા.11/6/2024 જુનના સવારે 11 કલાકેથી બપોરના દોઢ કલાકના કોઈ પણ સમય દરમિયાન તેઓના નવસારી નજીક આવેલા ખેતરમાં બનાવેલ છાપરા ઉપરના મુખ્ય લાકડા (મોભ) ઉપરના ભાગે કોઈ અગમ્ય કારણોસર રસી વડે ફાંસો બનાવી ગળે ફાંસો ખાઈ લીધો હતો. સમગ્ર મામલે બાકોર પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી છે. જે સંદર્ભે પોલીસે આ બનાવ અંગેની ફરિયાદ નોધ કરી આગળની કાર્યવાહીની તપાસ હાથ ધરી હતી.