પીસીબીની ડીલથી પાકિસ્તાની ક્રિકેટ ટીમ બરબાદ થઈ ગઈ છે, પૂર્વ ક્રિકેટરના ખુલાસાથી ખળભળાટ

ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪માં ભારતે પાકિસ્તાનને ૬ રનથી હરાવ્યું હતું. આ મેચ બાદ પાકિસ્તાની ટીમની દરેક જગ્યાએ ટીકા થઈ રહી છે અને મોહમ્મદ હફીઝે ખુદ પીસીબી પર નિશાન સાયું છે. હાફિઝના કહેવા પ્રમાણે પીસીબીની ડીલથી પાકિસ્તાની ક્રિકેટ ટીમ બરબાદ થઈ ગઈ છે. માત્ર ૧૧૯ રનમાં ઓલઆઉટ થવા છતાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને ૬ રનથી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાની આ જીત બાદ એક તરફ સમગ્ર ભારતમાં ખુશીની લહેર છે તો બીજી તરફ પાકિસ્તાનમાં અલગ પ્રકારનો ગુસ્સો જોવા મળી રહ્યો છે. પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ હફીઝ એટલા ગુસ્સામાં છે કે તેણે પીસીબી પર પ્રહાર કરતા કહ્યું કે તેમની ડીલને કારણે પાકિસ્તાની ટીમની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે અને તે લગભગ બરબાદીના માર્ગે છે.

મોહમ્મદ હફીઝે પીસીબી પર આરોપ લગાવ્યો કે તેણે ઈમાદ વસીમ અને મોહમ્મદ આમિર સાથે ડીલ કરી છે, જેના કારણે આ બધું જોવા મળી રહ્યુ છે. હાફિઝે કહ્યું, ’તેઓ લાલચમાં લઇ આવ્યા છે, તેઓએ પાકિસ્તાની ક્રિકેટને બરબાદ કરનારા ત્રણ લોકો સાથે ડીલ કરી છે. હું ડોમેસ્ટિક ક્રિકેટમાં હતો, પાકિસ્તાની ટીમ તરફથી કોઈ રમવા માંગતું નથી, કારણ કે તેઓ કહે છે કે આપણામાંથી કોઈ એકની પસંદગી થાય તો સારું છે, પરંતુ જે લોકો પાકિસ્તાનની ડોમેસ્ટિક ક્રિકેટ નથી રમતા તેઓ ટીમમાં કેવી રીતે આવી ગયા છે?

મોહમ્મદ હફીઝે આગળ કહ્યું, ’જ્યારે મેં તેને ૪-૬ મહિના પહેલા કહ્યું હતું કે પાકિસ્તાન માટે આવો અને રમો, તો તેણે કહ્યું ના, અમે રમવા નથી માંગતા, અમારે લીગ રમવી છે. તેથી આ દિવસોમાં કોઈ લીગ થઈ રહી નથી, તેથી તેઓ વર્લ્ડ કપ રમી રહ્યા છે. તે વર્લ્ડ કપ પણ એક લીગની જેમ રમી રહ્યો છે કાં તો તે ૪-૫ વર્ષથી ટીમની બહાર ના હોત તો પછી હું સમજી શકું છું.

હજારો લોકો માટે મહેનત કરી રહેલા પાકિસ્તાની ડોમેસ્ટિક ક્રિકેટરોને તમે શું સંદેશ આપ્યો હતો, હાફિઝે આગળ કહ્યું, ’કામરાન ગુલામ શ્રેષ્ઠ બેટ્સમેન બની રહ્યો હતો, તે ફાઇનલ છોડી ચાલ્યો ગયો. તેણે કહ્યું કે મને કહો કે મારી સદી કરવાનો શું ફાયદો છે હું ફાઈનલ પણ રમીશ અને સદી ફટકારીશ, મને શું મળશે. અમે લોભી હતા, અમે વિચાર્યું કે બધું સારું થઈ જશે.