ગોધરા સબ જેલમાં ઝડપી સ્કવોર્ડની તપાસ દરમિયાન બેરક નં.3 પાસે થી મોબાઈલ મળતાં ફરિયાદ

ગોધરા,

ગોધરા સબ જેલમાં જેલર ગૃપ-2 ઝડતી સ્કવોર્ડની ચકાસણી દરમિયાન બેરક નં.3ના લોબી બાજુમાં સળીયાવાળી બારી ઉપર કાગળ નીચે છુપાવી રાખેલ મોબાઇલ ફોન સીમ કાર્ડ વગરનો ઝડપી પાડવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા સબ જેલમાં જેલર ગૃપ-2 ઝડપી સ્કવોર્ડ જેલર અમદાવાદની તપાસ ચકાસણી હાથ ધરાઈ હતી. તે તપાસ દરમિયાન બેરક નં.3 અંદર પ્રવેશના લોબીની બાજુમાં સળીયાવાળી બારી ઉ5ર મુકેલ કાગળ નીચે છુપાવી રાખેલ સેમસંગ કંપનીનો સીમકાર્ડ વગરનો બેટરી સાથેનો પ્રતિંબંધીત મુદ્દામાલ ઝડપી પાડવામાંં કોઈ કેદીઓએ કોઈના મારફતે મોબાઈલનો અનઅધિકૃત ઉ5યોગ કરવાના હેતુથી મોબાઈલ ફોન જેલની અંદર ધુસાડી ગુન્હો કર્યાની ફરિયાદ ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.