ભારે વધઘટ બાદ શેરબજાર સપાટ બંધ થયું, બેન્કિંગ શેરો ઘટ્યા, ઓટો શેર વધ્યા

મંગળવારે શેરબજારમાં ભારે વધઘટ જોવા મળી હતી. લાલ નિશાનમાં ખુલ્યા બાદ શેરબજાર જોરદાર ગતિ સાથે પરત ફર્યું. ટ્રેડિંગ દરમિયાન એક સમયે સેન્સેક્સ લગભગ ૪૦૦ પોઈન્ટ અને નિફ્ટી ૧૨૦ પોઈન્ટ ઉપર હતો. જોકે, છેલ્લા કલાકોમાં પ્રોફિટ બુકિંગનું પ્રભુત્વ હોવાને કારણે બજાર સપાટ બંધ રહ્યું હતું.બીએસઇ સેન્સેક્સ ૩૩.૪૯ પોઈન્ટ ઘટીને ૭૬,૪૫૬.૫૯ પર બંધ રહ્યો હતો. તે જ સમયે, એનએસઇ નિફ્ટી ૫.૬૫ પોઈન્ટના મામૂલી વધારા સાથે ૨૩,૨૬૪.૮૫ પોઈન્ટ પર પહોંચ્યો હતો. આજના કારોબારમાં બેક્ધિંગ શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો.આઇસીઆઇસી બેન્ક એકિસ બેન્ક અ ને કોટક બેન્કના શેરમાં ઘટાડો થયો હતો. બીજી તરફ ઓટો શેરોમાં તેજી રહી હતી. મારુતિ, ટાટા મોટર્સ, મહિન્દ્રા વગેરેના શેરમાં ઉછાળો હતો.

તમને જણાવી દઈએ કે મંગળવારે શરૂઆતી કારોબારમાં શેરબજારો લાલ નિશાનમાં ખુલ્યા હતા. સોમવારે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને તેમના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયા હતા. એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી અને જાપાનનો નિક્કી નફામાં હતો જ્યારે હોંગકોંગનો હેંગસેંગ અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ નુક્સાનમાં હતો. સોમવારે યુએસ બજારો સકારાત્મક નોંધ પર બંધ થયા હતા. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ ૦.૨૩ ટકા ઘટીને ૮૧.૪૪ પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યાં છે. શેરબજારના ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો સોમવારે મૂડી બજારમાં ખરીદદારો હતા અને તેમણે રૂ. ૨,૫૭૨.૩૮ કરોડના શેરની ખરીદી કરી હતી.