મોરબીના રવાપર ગામથી લીલાપર ગામ તરફ જવાના રોડે મચ્છુની કેનાલ ઉપર બનાવવામાં આવેલ નાલાની નીચેના ભાગમાંથી મહિલાની કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી અને આ મહિલાની લાશને ઢાંકવા માટે તેની ઉપર બાવળની જાડીઓ મૂકી દેવામાં આવી હતી જેથી કરીને કોઈએ મહિલાની હત્યા કરીને લાશ ત્યાં મૂકી હોય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને આ મહિલા સાથે દુષ્કર્મ થયું છે કે કેમ તેની તપાસ માટે થઈને મૃતક મહિલાના બોડીને મોરબીથી ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને મૃતક મહિલાની ઓળખ મેળવવા માટે હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ગામથી લીલાપર ગામ તરફ જવાના રોડે મચ્છુની જે કેનાલ પસાર થાય છે તે કેનાલ ઉપર બનાવવામાં આવેલા નાલાની નીચેના ભાગમાંથી મહિલાની કોહવાઈ ગયેલ હાલતમાં લાશ પડી હોવા અંગેની સ્થાનિક આગેવાન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસ અધિકારીઓ સહિતની ટીમ ત્યાં ઘટના સ્થળે પહોંચી હતી અને કેનાલમાં નાલાની નીચેના ભાગમાં મહિલાની લાશાને ઢાંકી દેવા માટે થઈને તેના ઉપર બાવળીની જાળીઓ મૂકી દેવામાં આવી હતી તેને દૂર કરવામાં આવતા કોહવાઈ ગયેલ હાલતમાં મહિલાની લાશ ત્યાંથી મળી આવી હતી.
જેથી પોલીસે મહિલાની લાશને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી હતી અને હાલમાં ત્યાથી મહિલાની લાશને ફોરેન્સિક પીએમ માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે તેવી માહિતી આ અંગેની આગળની વધુ તપાસ કરતા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ એચ.આર. જાડેજા પાસેથી જાણવા મળેલ છે વધુમાં જાણવા મળતી વિગત મુજબ મૃતક મહિલાના એક હાથ ઉપર સુનીતાબેન અને ભુરુભાઈ એવું લખેલ છે જેથી કરીને આ મૃતક મહિનાની ઓળખ મેળવવા માટે થઈને આસપાસના વિસ્તારમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને મૃતક મહિલાના કપડા અસ્તવ્યસ્ત હોવાથી તેની સાથે દુષ્કર્મ થયું છે કે કેમ તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.