ગોધરા શહેરના તીરગરવાસમાં ધમધમતા આંકડાના જુગારના અડ્ડા પર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રેઈડ પાડી 18 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા. જયારે બે શખ્સ નાસી જતાં વોન્ટેડ જાહેર કરાયા હતા.
ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને બાતમી મળી હતી કે,ગોધરા શહેરના પાવર હાઉસ વિસ્તારમાં આવેલા તીરગરવાસ વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ભેગા મળીને ફરક આંકનો જુગાર રમી રહ્યા છે. જેના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બાતમીવાળી જગ્યાએ છાપો માર્યો હતો. સ્ટેટ ટીમે જગ્યા કોર્ડન કરી જુગાર રમતા અને રમાડતા 18 ઈસમો (1)જીતેન્દ્ર ઉર્ફે જીતુ દયાલદાસ લાલવણી, (2)અમીત અનીલભાઈ સુંદરાણી, (3)તેજુમલ ઉર્ફે ટેની રામચંદ્ર ટહેલાણી, (4)મહેન્દ્ર જશવંતલાલ કોટક, (5)સુલેમાન અહેમદ બકકર, (6)ચંદ્રપ્રકાશ રણમલ રામચંદાની, (7)રફીક યુસુફ મકરાણી, (8)નરેશ નાથામથ કરમચંદાની, (9)હુસેન અહેમદ બદામ, (10)સુનીલ સનાભાઈ સોલંકી, (11)ઈકબાલ મોહંમદ ધંત્યા, (12)લખન જશવંત કોટક, (13)મોહંમદ શફી મોહંમદ સિદ્દિક, (14)રમજાની હસન મીઠા, (15)અનસ ઉર્ફે ભોચુ રમજાની, (16)ઈરફાન તૈયબ હયાત, (17)ભરત વાસુ લાલવાણી, (18)સિદ્દિક સત્તાર શેખને ઝડપી પાડ્યા હતા. જેમની પાસેથી સ્થળ પરથી રોકડા રૂ.54,665/-, 16 મોબાઈલ અને 6 વાહનો મળી કુલ રૂ.2.11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તમામ સામે બી-ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધાવી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.