દાહોદ શહેરના ઈન્દોર હાઇવે રોડ પર આવેલ પ્રસારણ નગર વિસ્તારની છેલ્લી સોસાયટી ખાતે છેલ્લા એક મહિનાથી વધુ સમય ગાળા દરમિયાન દાહોદ નગરપાલિકાના પાણીનો પુરવઠો ન આવતા અહીંના સ્થાનિક લોકો ભારે હેરાન પરેશાન બની રહ્યા છે. ત્યારે ભરઉનાળે પાણીનો કપડાંટ આ સોસાયટીમાં થતા પાલિકાની કામગીરી સામે સ્થાનિક લોકોએ ભારે રોષ ઠાલવ્યો હતો.
સરકારની નળશે જળ યોજના દાહોદ શહેરમાં માત્રને માત્ર કાગળ પર જ હોવાનું પ્રતિત થઈ રહ્યું છે. ભર ઉનાળે દાહોદ શહેરના અનેક વિસ્તારના લોકો પાણી માટે વલખા મારી રહ્યા ઘણા વિસ્તારોમાં તો દાહોદ નગરપાલિકા તરફથી અપાતો પાણી પુરવઠો ન મળતો હોવાને કારણે બહાર ઉનાળામાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. ત્યારે આવો જ એક વિસ્તાર દાહોદમાં આવેલ છે, જે પ્રસારણ નગરના છેલ્લા સોસાયટી વિસ્તાર ખાતે છેલ્લા એક મહિનાથી વધુ સમયથી દાહોદ નગરપાલિકા તરફથી અપાતા પાણી પુરવઠો રાબેતા મુજબ મળતો ન હોવાના આક્ષેપો કરી રહ્યા છે. આ વિસ્તારના લોકોને સ્વખર્ચે પાણીના ટેન્કરો મંગાવી પાણીની પૂરતી કરવી પડે છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર દાહોદ નગરપાલિકાના સત્તાધીશો કોઈ પ્રકારની તેઓની વાત સાંભળતા નથી માટે આવનાર દિવસોમાં પોતાના વિસ્તારમાં રાબેતા મુજબ પાણીનો પુરવઠો મળી રહે તે માટે જરૂરી કામગીરી કરવામાં આવે તેવી લાગણી અને માંગણી આ વિસ્તારના લોકોમાં ગોઠવા પામી છે.