શહેરા મામલતદાર અને તેમની ટીમ દ્વારા નગર વિસ્તારમાં આવેલી હોટલ અને ફરસાણની દુકાનોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મામલતદાર ધર્મેન્દ્ર પટેલ અને તેમની ટીમ દ્વારા હોટલ અને ફરસાણની દુકાનમા તપાસ કરતા એલપીજી રાંધણ ગેસના બોટલો અનઅધિકૃત રીતે ઉપયોગ કરતા હોવાનું સામે આવતા 32 ગેસના બોટલો જપ્ત કરીને જરૂરી કાર્યવાહી હાથધરી હતી.
પંચમહાલ જીલ્લા કલેકટર આશિષકુમાર અને જીલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણાના માર્ગદર્શન હેઠળ શહેરા મામલતદાર ધર્મેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર આર.એચ. તાવિયાડ, સર્કલ ઓફિસર ભાવેશ પરમાર અને આર. સી.તડવી સહિતની અલગ અલગ ટીમો દ્વારા હોટલ અને ફરસાણની દુકાનમાં એલપીજી રાંધણ ગેસના બોટલનો અનઅધિકૃત રીતે ઉપયોગ થતો હોવાને લઈને આકસ્મિક ચેકિંગ બસ સ્ટેશન,સિંધી ચોકડી અને અણીયાદ ચોકડી વિસ્તાર સહીત અન્ય વિસ્તારમાં હાથ ધરવામાં આવ્યું હતું. હોટલ અને ફરસાણની દુકાનોમાં મામલતદાર ધર્મેન્દ્ર પટેલ અને તેમની ટીમની તપાસ દરમિયાન ઘરેલું વ પરાશના બોટલનો ઉપયોગ થતો જોવા મળતા 32 ગેસના બોટલો જપ્ત કર્યા હતા. મામલતદાર ની તપાસ દરમિયાન ફરસાણ અને હોટલના દુકાનદારોના ત્યાંથી ડોમેસ્ટિક રાંધણ ગેસના બોટલ મળી આવ્યા હોય ત્યારે દંડકીય સહિતની કાર્યવાહી કરવામાં આવનાર છે. નગરના મહત્વના વિસ્તારોમાં મામલતદાર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા હોટલ અને નાસ્તાની દુકાનોમાં તેમજ અન્ય જગ્યાએ ડોમેસ્ટિક રાંધણ ગેસના બોટલ નો ઉપયોગ કરતા દુકાનદારોમાં ફફડાટ ફેલાયો હતો. જોકે, મામલતદાર ધર્મેન્દ્ર પટેલ દ્વારા આ જ રીતેની કાર્યવાહી આગામી દિવસો સુધી શરૂ રાખવામાં આવે કે કેમ ? તેમજ ફરસાણની દુકાનોમાં વપરાતા તેલ, ચણાનો લોટ તેમજ અન્ય સામગ્રીની પણ તપાસ કરવામાં આવે તે પણ જરૂરી હોય ત્યારે જોવું જ બન્યું કે આગામી દિવસ સુધી આ જ રીતે ની કાર્યવાહી શરૂ રહેશે કે પછી એક જ દિવસ પૂરતી હતી એ તો આવનારા દિવસોમાં ખબર પડી જશે તો નવાઈ નહી.