ગરબાડા તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય તેમજ તાલુકા પ્રમુખ ની ઉપસ્થિતિમાં પાંચ ગામોને 7.50 લાખના ખર્ચે નવીન પાણીના ટેન્કરોનું વિતરણ કરાયું

  • જેસાવાડા, માતવા ,પાંદડી, ભીલવા અને ઝરી ગ્રામ પંચાયતને પાણીના ટેકરોનું વિતરણ કરાયું.

ગરબાડા તાલુકા પંચાયત કચેરી ખાતે ગરબાડા ના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર તેમજ ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોરની ઉપસ્થિતિમાં તાલુકાકક્ષાની 20% ગ્રાન્ટ માંથી તાલુકાની પાંચ ગ્રામ પંચાયત જેસાવાડા, માતવા, પાંદડી, ભીલવા અને ઝરી ગ્રામ પંચાયતને નવીન પાણીના ટેન્કરોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર તેમજ તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોર દ્વારા નવીન ટેન્કરોને લીલી ઝડી આપવામાં આવી હતી. આ પ્રસંગે તાલુકા પંચાયતના કર્મચારીઓ સહિત ગ્રામ પંચાયતના સરપંચો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.