રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળવાના હાલ અણસાર નથી. હવામાન વિભાગે દિલ્હી-એનસીઆરથી લઈને પંજાબ-બંગાળ, મધ્યપ્રદેશ પ્રદેશ, ઝારખંડ સુધી લૂની આગાહી કરી છે તો બીજી બાજુ મહારાષ્ટ્રથી માંડીને કર્ણાટકમાં ભારે વરસાદની ચેતવણી અપાઈ છે. દિલ્હીમાંલૂનો દોર ચાલુ રહ્યો હતો, કાળઝાળ ગરમીમાં તાપમાનમાં પણ વધારો થયો હતો.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આખુ સપ્તાહ આ સ્થિતિમાં રહેશે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી ત્રણ-ચાર દિવસ સુધી ભીષણ ગરમીથી રાહતના કોઈ અણસાર નથી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ હજુ પણ હીટવેવ આગામી કેટલાક દિવસ હીટવેવ પરેશાન કરી શકે છે, હાલ તો આ સપ્તાહે વરસાદની કોઈ સંભાવના નથી.
બીજી બાજુ ઉતર પ્રદેશમાં ગરમી કહેર વરસાવી રહી છે. આજે લખનૌ સહિત અનેક જિલ્લાઓ ખૂબજ ગરમ રહેશે. મહારાષ્ટ્રથી માંડી કર્ણાટકમાં ભારે વરસાદની ચેતવણી: આગામી ૨૪ કલાકમાં દક્ષિણ કોંકણ, ગૌણ, દક્ષિણ મય, મહારાષ્ટ્ર, મરાઠાવાડીના તેલંગાણા, આંદામાન-નિકોબાર, દ્વીપસમૂહ અને તટીય કર્ણાટકમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે.
આ ઉપરાંત ઉતરી આંતરિક કર્ણાટક, કેરળ અને લક્ષદ્વીપમાં હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક સ્થાનોમાં ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે સિકકીમ, પુર્વોતર ભારત, દક્ષિણ-પશ્ર્ચિમ મધ્યપ્રદેશ અને વિદર્ભ અને આંધ્રપ્રદેશના કેટલાક ભાગોમાં હળવાથી મયમ વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ થઈ શકે છે.