અમૃતા રાવ ફરી એકવાર અરશદ વારસી સાથે કામ કરતી જોવા મળશે

અક્ષય કુમાર અને અરશદ વારસી સ્ટારર ફિલ્મ ’જોલી એલએલબી ૩’ ઘણા સમયથી લાઇમલાઇટમાં છે. આ ફિલ્મનું શૂટિંગ રાજસ્થાનના અજમેરમાં મે મહિનામાં શરૂ થયું હતું. સેટ પરથી અક્ષય કુમારના કેટલાક ફોટા અને વીડિયો પણ સામે આવ્યા હતા.ફિલ્મને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે, જેને જાણીને ફેન્સના ચહેરા ચમકી ઉઠ્યા છે.

ફિલ્મ ’જોલી એલએલબી ૩’ને લઈને મેર્ક્સ દરરોજ કેટલાક ફેરફાર કરતા જોવા મળે છે. હવે અભિનેત્રી અમૃતા રાવ આ ફિલ્મ સાથે જોડાઈ ગઈ છે. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ અમૃતા રાવ ફરી એકવાર અરશદ વારસી સાથે કામ કરતી જોવા મળશે.

અગાઉ બંનેએ જોલી એલએલબીમાં સાથે કામ કર્યું હતું. વર્ષ ૨૦૧૩માં રિલીઝ થયેલા પહેલા ભાગમાં અમૃતાએ સંયાનું પાત્ર ભજવ્યું હતું. અમૃતા જોલી એલએલબી ૩ માં અરશદની પત્ની તરીકે પરત ફરી રહી છે, જે પ્રથમ પાર્ટથી તેમની વાર્તા ચાલુ રાખે છે. તેની એન્ટ્રી સાથે તે જોલી એલએલબી ૧ અને ૨ ની કાસ્ટનું સંપૂર્ણ એકીકરણ છે. એવા પણ સમાચાર છે કે મે મહિનામાં રાજસ્થાનમાં શૂટિંગ દરમિયાન અમૃતા રાવ સેટ પર સામેલ થઈ હતી. તેણીએ તેનું મોટા ભાગનું શૂટિંગ પૂરું કર્યું છે. હવે આ ફિલ્મનું આગામી શૂટિંગ શિડ્યુલ મુંબઈમાં છે. સમગ્ર કાસ્ટ અને ક્રૂ જૂનના અંતમાં દિલ્હીમાં સ્ક્રીનિંગ કરશે.

આ ફિલ્મનું નિર્દેશન સુભાષ કપૂર કરી રહ્યા છે. આ ફિલ્મમાં, જોલી ઉર્ફે જગદીશ ત્યાગી બંને પોતાને વાસ્તવિક જોલી તરીકે સાબિત કરવા માટે એકબીજા સાથે લડતા જોવા મળશે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ આવતા વર્ષે એટલે કે ૨૦૨૫માં રિલીઝ થશે.