આગામી ત્રણ કલાક માટે આગાહી: અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ આવશે

  • ગુજરાતમાં એક જ દિવસમાં ચાર લોકોના મોત નિપજ્યા

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. રવિવારે ગુજરાતના ૧૪ જિલ્લાઓમાં વાવાઝોડા જેવા પવન સાથે વરસાદનું આગમન થયું હતું. તેમજ ગુજરાતમાં એક જ દિવસમાં ચાર લોકોના મોત નિપજ્યા છે. ભરૂચમાં ભારે પવનથી ઝાડ પડતાં ૩ લોકોનાં મોત થયા. તો વડોદરામાં વીજળી પડતાં એકનું મોત થયું છે. હજુ પણ ૩ દિવસ વરસાદની આગાહી છે. ત્યારે આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે નાવ કાસ્ટ જાહેર કર્યું છે. આગામી ત્રણ કલાકમાં અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં ઠંડર સ્ટ્રોમની આગાહી છે. જેમાં આગામી ત્રણ કલાકમાં અમદાવાદ, ગાંધીનગર, છોટાઉદેપુર, સુરત, તાપી, નર્મદા, વલસાડ, ડાંગ, દમણ, દાદર અને નગર હવેલીમાં ઠંડર સ્ટ્રોંમ સહિત વરસાદની આગાહી છે. ૪૧ થી ૬૧ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. તો અન્ય કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી છે.

રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી ધીમે ધીમે ચોમાસા તરફ ગતિમાન થઈ છે. ગઈકાલે સાંજે અમદાવાદમાં વરસાદી માહોલ બાદ વહેલી સવારે પણ વાદળછાયુ વાતાવરણ છવાયું છે. વાદળછાયુ વાતાવરણના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. પંચમહાલ, દાહોદ, સુરત, વડોદરા, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ દાદર અને નગર હવેલીમાં વરસાદની આગાહી. તો અમરેલી, ભાવનગર અને, ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે

હવામાન વિભાગે વરસાદને નાવકાસ્ટ જાહેર કર્યું છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટીની આગાહી કરાઈ છે. તો વલસાડ, દમણ દાદરા અને નગર હવેલીમાં ઠંડરસ્ટ્રોમની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે જણાવ્યું કે, ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. નર્મદા, નવસારી, ડાંગ, તાપીમાં આગામી ત્રણ કલાકમાં હળવા વરસાદની આગાહી છે. આગામી પાંચ દિવસ ગુજરાતમાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે. સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં વરસાદ રહેશે. આગામી પાંચ દિવસ ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે.

ગુજરાતમાંં ૧૪ થી વધુ જિલ્લા તેમજ ૩૫ તાલુકામાં વરસાદ આવ્યો, તો સાથે જ ચાર લોકોના મોત નિપજ્યા છે. ભરૂચમાં ભારે પવનથી ઝાડ પડતાં ૩ લોકોનાં મોત થયું. તો વડોદરામાં વીજળી પડતાં એકનું મોત થયું. અમરેલીના બાબરામાં ૨ કલાકમાં પોણા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો, જેમાં સ્થાનિક નદીમાં પૂર આવતાં સુખનાથ મંદિર પાસે બોલેરો ગાડી પાણીમાં તણાઈ હતી.ગુજરાતમાં ૩ દિવસ વરસાદની હવામાનની આગાહી છે. આજથી ૩ દિવસ હળવાથી મયમ વરસાદની આગાહી છે. તો ૧૨ જૂને રાજ્યમાં ઠેકઠેકાણે વરસાદ પડી શકે છે. વલસાડ જિલ્લામાં ચોમાસાની શરૂઆત જ થઈ છે ત્યારે વલસાડ જિલ્લામાં પ્રથમ વરસાદમાં જ પ્રિમોન્સૂન કામગીરી ની પોલ ખુલ્લી પાડી છે. જિલ્લામાં ધરમપુર તાલુકા ખાતે રાત્રીના ૪ કલાકમાં ૩ ઇંચ વરસાદ નોંધાયો હતો. ૩ ઇંચ વરસાદમાં ધરમપુર શહેરના મુખ્ય માર્ગ નદીમાં પરિવર્તન થવા પામ્યો હતો દર વર્ષે ધરમપુર નગર પાલિકા દ્રારા પ્રિમોન્સૂન કામગીરી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે તેમ છતાં પ્રિમોન્સૂન કામગીરી માત્ર કાગળ ઉપર હોય એવું લાગી રહ્યું છે. ધરમપુરના મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વાળો આવ્યો હતો.

નવસારીમાં ચોમાસાના પહેલા વરસાદથી લોકોમાં ખુશી છવાઈ છે. દિવસ દરમિયાન ભારે ઉકડાટ બાદ રવિવારે મોડી રાતે નવસારીનું વાતાવરણ બદલાયું હતું. પવનો સાથે નવસારી શહેર સહિત જિલ્લામાં અનેક ઠેકાણે વરસાદી ઝાપટા પડ્યા હતા. વરસાદ પડતા વાતાવરણમાં માટીની ખુશ્બુ સાથે ઠંડક પ્રસરી છે.

વડોદરામાં અચાનક રવિવારે સાંજે શહેરના વાતાવરણમાં મોટો પલટો આવ્યો હતો. ભારે પવન સાથે શહેરમાં અનેક જગ્યાએ વરસાદ આવ્યો હતો. વરસાદ સાથે વીજળી પડવાથી એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. અકોટા ગામ પાસે શંકર મારવાડી નામના વ્યક્તિનું વીજળી પડતા મોત નિપજ્યું છે. અકોટ ધરની પાછળ વાડીમાંથી પાછા ફરતાં આ બનાવ બન્યો હતો.