લોક્સભા ચૂંટણી ૨૦૨૪માં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના એનડીએ ગઠબંધનની જીત બાદ નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. સોમવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને પીએમ પદના શપથ લેવડાવ્યા હતા. પીએમ મોદીની સાથે ૭૨ નેતાઓએ પણ મંત્રી તરીકે શપથ લીધા છે, જેમાં એનડીએ સહયોગી પક્ષોના ઘણા નેતાઓનો સમાવેશ થાય છે. જોકે, જીતનરામ માંઝીને કેન્દ્રીય કેબિનેટમાં સામેલ કરવાને કારણે આમ આદમી પાર્ટી ભાજપથી નારાજ છે. આપે જીતન રામ માંઝી પર શ્રી રામનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે.
હિન્દુસ્તાની અવમ મોરચા હમ (સેક્યુલર)ના સંસ્થાપક જીતન રામ માંઝીને કેન્દ્રીય કેબિનેટમાં સામેલ કરવાને લઈને વિવાદ શરૂ થયો છે. દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું, તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. વડાપ્રધાન મોદીએ તેમની કેબિનેટમાં એક એવા વ્યક્તિને મંત્રી તરીકે શપથ લીધા છે જે કહેતા હતા કે ’રામ કાલ્પનિક છે’… જ્યારે વડાપ્રધાન, ભાજપ કાર્યાલયમાં. જ્યારે તેઓ આવ્યા ત્યારે તમામ કાર્યર્ક્તાઓ ’જય શ્રી રામ’ બોલી રહ્યા હતા અને પીએમ મોદીએ જવાબ આપ્યો, ’જય જગન્નાથ’ ત્યારથી અમને લાગ્યું કે ભાજપ રામને છોડવાનો પ્રયાસ કરી રહી છે.