આતંકી હુમલામાં ઘાયલોની હાલત જાણવા એલજી મનોજ સિન્હા હોસ્પિટલ પહોંચ્યા

જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા સોમવારે રિયાસી આતંકી હુમલામાં ઘાયલ થયેલા લોકોની હાલત પૂછવા માટે જીએમસી જમ્મુ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદીઓને બક્ષવામાં આવશે નહીં. આતંકીઓને પકડવા માટે પોલીસ, ઝ્રઇઁહ્લ અને સેના દ્વારા સંયુક્ત ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આતંકવાદીઓને ચોક્કસ સજા મળે તે માટેના પ્રયાસો ચાલુ છે. વહીવટીતંત્રની પ્રથમ પ્રાથમિક્તા એ છે કે ઘાયલોને બચાવી શકાય. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી અને કેબિનેટ મંત્રી અમિત શાહ પણ આ મામલામાં નજર રાખી રહ્યા છે.

તેમણે કહ્યું કે જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો તેમના નુક્સાનની કોઈ પણ રીતે ભરપાઈ કરી શકાતી નથી. પરંતુ ત્યારબાદ મૃતકોના પરિવારજનો માટે ૧૦ લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમ મંજૂર કરવામાં આવી છે. આ ઉપરાંત ઘાયલો માટે ૫૦-૫૦ હજાર રૂપિયાની સહાયની રકમ પણ મંજૂર કરવામાં આવી છે. ઘાયલોની વિવિધ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

જિલ્લા વહીવટીતંત્રે તમામ જરૂરી સહાય પૂરી પાડવા માટે કંટ્રોલ રૂમની સ્થાપના કરી છે. ઘટના સ્થળે જમ્મુ અને કાશ્મીર પોલીસ, આર્મી અને સીઆરપીએફ દ્વારા સંયુક્ત સુરક્ષા દળના કામચલાઉ મુખ્યાલયની સ્થાપના કરવામાં આવી છે.

વડાપ્રધાન મોદીએ રવિવારે જ જમ્મુ-કાશ્મીરના એલજી મનોજ સિન્હા પાસેથી રિયાસીમાં થયેલા આતંકી હુમલાની સંપૂર્ણ માહિતી લીધી હતી. મનોજ સિન્હાએ ટ્વીટ કર્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પરિસ્થિતિની સમીક્ષા કરી અને તેમને પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખવા અને પરિવારોને શક્ય તમામ સહાય સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો.

એલજી સિંહાએ કહ્યું કે સુરક્ષા દળોએ આતંકવાદીઓને શોધવા માટે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું છે અને હુમલા પાછળના લોકોને બક્ષવામાં આવશે નહીં. આ ઘૃણાસ્પદ કૃત્ય પાછળ જે પણ હશે તેને જલ્દી સજા કરવામાં આવશે. વડા પ્રધાને એ પણ નિર્દેશ આપ્યો છે કે તમામ ઘાયલોને શક્ય તેટલી શ્રેષ્ઠ તબીબી સંભાળ અને સહાય પૂરી પાડવામાં આવે.

રિયાસીમાં થયેલા આતંકી હુમલામાં નવ લોકોના મોત થયા હતા. જેમાં ૩૩ લોકો ઘાયલ થયા હતા. જેમાંથી ૧૮ લોકોની જીએમસી જમ્મુમાં સારવાર ચાલી રહી છે. નારાયણ હોસ્પિટલમાં ૧૪ લોકોની સારવાર ચાલુ છે.