સિક્કિમ ક્રાંતિકારી મોરચાના નેતા પ્રેમ સિંહ તમાંગ સિક્કિમના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

સિક્કિમ ક્રાંતિકારી મોરચા ધારાસભ્ય દળના નેતા પ્રેમ સિંહ તમંગે સોમવારે સિક્કિમના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. ગંગટોકના પાલજોર સ્ટેડિયમ ખાતે શપથ ગ્રહણ સમારોહ દરમિયાન રાજ્યપાલ લક્ષ્મણ આચાર્યએ તમાંગ અને તેમના મંત્રીમંડળને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. તમાંગ બીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતાં. ૨ જૂને એસકેએમની બેઠક દરમિયાન તમાંગને સર્વસંમતિથી ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. શપથ ગ્રહણ સમારોહ સાંજે ૪ વાગ્યે શરૂ થયો હતો જેમાં લગભગ ૩૦,૦૦૦ લોકો હાજર રહ્યાં હોવાની ધારણા છે. સોગંદવિધિને લઇને ગંગટોકમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં,એસકેએમએ ૩૨માંથી ૩૧ બેઠકો જીતી હતી જ્યારે સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટે એક બેઠક જીતી હતી.

સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટને આ ચૂંટણીમાં માત્ર એક સીટ મળી છે. મોરચાના પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી પવન ચામલિંગ બંને બેઠકો પર હારી ગયા છે. મુખ્યમંત્રીની સાથે સોનમ લામા, અરુણ ઉપ્રેતી, સમદુપ લેપચા, ભીમ હેંગ લિમ્બુ, ભોજ રાજ રાય, જીટી ધુંગેલ, પુરુન કુમાર ગુરુંગ અને પિન્ટશો નામગ્યાલ લેપચાએ સિક્કિમ સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા છે.