ગોધરા તાલુકાના કંકુથાંભલા ગામે હાઈવે રોડ ઉપરથી ફરિયાદીનો છોકરો બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો દરમિયાન સામેથી આવતી બાઈકના ચાલકે અન્ય બાઈકને ટકકર મારતા 37 વર્ષિય યુવાનને ગંભીર ઈજાઓ થતાં ગોધરા સિવિલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવતા રસ્તામાં મોત નીપજયું હતુ. જયારે તેના પાછળ બેઠેલ યુવાનને નાની-મોટી ઈજાઓ પહોંચાડી નાસી જઈ ગુનો કર્યાની ફરિયાદ નોંધાવવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા તાલુકાના કંકુથાંભલા ગામે હાઈવે રોડ ઉપરથી રોહિતભાઈ હિંમતભાઈ ડબગર(ઉ.વ.37)પોતાની મોટરસાયકલ નં.જીજે-17-બીબી-2047 લઈને પસાર થઈ રહ્યો હોય દરમિયાન બાઈક નં.જીજે-17-સીએફ-6554ના ચાલકે પોતાની બાઈક પુરઝડપે હંકારી લાવી રોહિતભાઈની બાઈકને ટકકર મારી હતી. જેને લઈ જમણા પગમાં ફ્રેકચર કરી માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતા સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હતા. ત્યારે કાલોલ નજીક રસ્તામાં રોહિતભાઈનુ મોત નીપજવા પામ્યુ હતુ. જયારે બાઈક પાછળ બેઠેલ ટીનાભાઈ રાઘાભાઈ વણઝારાને માથાના ભાગે તેમજ શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચાડી અકસ્માત સર્જનાર બાઈક ચાલક નાસી જઈ ગુનો કર્યાની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકે નોંધાવવા પામી છે.