રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલ આગની ધટના બાદ તંત્ર સફાળુ જાગ્યુ અને ઠેર ઠેર તપાસ કરી અને સીલ મારવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. દિવા તળે અંધારૂ હોય સંજેલી તાલુકા સેવાસદનમાં આવેલી લિફટવાળી બહુમાળી તાલુકા મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત અને મામલતદાર કવાટર્સ જેવી બિલ્ડિંગમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળી રહ્યો છે. તાલુકામાં આવેલી માઘ્યમિક, ઉચ્ચતર માઘ્યમિક, છાત્રાલય, આશ્રમશાળા, પ્રાથમિક શાળા જેવી બહુમાળી ધરાવતી સરકારી તેમજ સંસ્થાઓની બિલ્ડિંગોમાં પણ ફાયર સેફટીની સુવિધા નથી. ઉનાળુ વેકેશન પુર્ણ થઈ રહ્યુ છે. અને ગણતરીના દિવસોમાં જ નવુ સત્ર શરૂ થઈ રહ્યુ છે. ત્યારે આ બિલ્ડિંગોમાં નાના ભુલકાઓથી લઈને મોટા વિધાર્થીઓ પણ પોતાનો અભ્યાસ મેળવવા જવાના છે. તેમજ આરોગ્ય કેન્દ્ર અને બજારમાં આવેલી બહુમાળી શોપિંગ સેન્ટરોમાં ફાયટર સેફટીની સુવિધાની જરૂર છે.