- ગોધરા નીટ કોૈભાંડમાં એન.ટી.એ.ના મનસ્વી વર્તનથી તપાસમાં વિલંબ
ગોધરા નીટ કોૈભાંડમાં એનટીએ દ્વારા ગોધરા પોલીસને કોઈ સહકાર ન અપાતા તપાસમાં વિલંબ થઈ રહ્યો છે. ગુજરાત પોલીસ દ્વારા રાષ્ટ્રિય પરીક્ષા એજન્સીએ બે વખત ઈમેઈલ કરીને તપાસ માટે જરૂરી માહિતી માંગી હતી. જોકે એજન્સી દ્વારા કોઈપણ પ્રકારની માહિતી પુરી પાડી નથી. ગોધરાના કેસ બાબતે પંચમહાલ પોલીસે એજન્સીને બે વખત મેઈલ કર્યો છતાં હજુ સુધી માહિતી આપી નથી.
ગોધરા નીટ પરીક્ષા ચોરીના ષડયંત્રમાં સામે આવેલા ગુજરાતના 6 વિધાર્થીઓ પૈકી જે વિધાર્થીઓના વાલીઓએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યુ છે કે, તેઓએ સંતાનોને મેડિકલમાં અભ્યાસ માટે વિદેશ મોકલ્યા માટે પરશુરામ રોયને વર્ષ-2023માં નાણાં આપ્યા અને વિદેશમાં એડમીશન ન મળતા નાણાં પરત માંગતા પરશુરામે ભારતમાં જ મેડિકલ કોલેજમાં પ્રવેશ અપાવવાનુ કહ્યુ હતુ. પરીક્ષામાં ચોરી કરાવવામાં આવશે તે બાબતથી વિધાર્થી અને વાલી બંને અજાણ કેવી રીતે હોઈ શકે ?અને અજાણ જ હતા તો પરીક્ષા કેન્દ્ર ગોધરા કેમ પસંદ કરવામાં આવ્યુ ? નીટ આરટીઆઈ એક્ટિવિસ્ટ વિવેક પાંડેએ કહ્યુ કે, ગોધરા સ્થિત પરીક્ષા કેન્દ્રમાં 16 વિધાર્થીને ચોરી કરાવવાની હતી. જે ન થઈ શકી અને તે માટે ગોધરા કેન્દ્રનુ પરીણામ ન આવ્યુ. પણ હરિયાણાના એક પરીક્ષા કેન્દ્રમાં એકસાથે 6 વિધાર્થીઓેએ ટોપ કર્યુ તો તે પણ તપાસનો વિષય છે કે એક પરીક્ષા કેન્દ્રમાંથી વિધાર્થીઓએ કેવી રીતે ટોપ કર્યુ ? એ પરીક્ષા કેન્દ્ર પણ ગોધરા જેવી પદ્ધતિ અપનાવવામાં આવી હતી કે શુ છે પછી બિહારમાં લીક પેપર અન્ય રાજયમાં પણ પહોંચ્યા હોવાની આશંકાઓ સેવાઈ રહી છે.