- કણજરીના સર્વે નં.1595/1 અને 1595 પૈકી 3 વાળી ગૌચર જમીનમાં દબાણો.
હાલોલ,હાલોલ તાલુકાના કણજરી ગ્રામ પંચાયતની ગૌચર જમીનમાં ગેરકાયદેસર કબ્જો કરીને કાચા-પાકા બાંધકામ કરવામાં આવ્યું હોય ગૌચર જમીન ઉપર દબાણકર્તાઓને પંચાયત વિભાગ દ્વારા નોટીસ આપવામાં આવી હતી. તેમ છતાં દબાણો દુર નહિ કરવામાં આવતાં હાલોલ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, વીજ કંપની અને પોલીસને સાથે રાખીને 97 જેટલા ગેરકાયદેસર દબાણો તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
હાલોલ તાલુકાના કણજરી ગ્રામ પંચાયતના રે.સર્વે નં.1595/1 અને 1595/3વાળી સરકારી ગૌચર જમીનમાં કેટલાક લોકો દ્વારા ગેરકાયદેસર રીતે સરકારી જમીન કબ્જો કરી લઈને આ સરકારી ગૌચર જમીનમાં કાચા-પાકા મકાનો બાંંધકામ કરી દેવામાં આવ્યા હતા. જ્યારે કેટલાક લોકો દ્વારા સરકારી જમીન ઉપર ગેરકાયદેસર કબ્જો કરી લઈને આ જમીન બહારના વેપારીઓને વેચી નાખીને લાખો રૂપીયાની કમાણી કરી લેવાઈ હતી અને સરકારી ગૌચર જમીન ઉપર બનેલ 97 જેટલા બાંધકામોની બોગસ (નકલી) અકારણીના આધારે વીજ કનેકશન મેળવી લેવાના આખે આખુંં ગામ વસી ગયું હતું. તે તંત્રની જેને લઈને લઈ ગૌચર જમીનના દબાણોના સર્વે કરવામાં આવ્યું અને સરકારી ગૌચર જમીન પરના તમામ નાના-મોટા ગેરકાયદેસર દબાણો કરી જમીન ખાલી કરવા માટે નોટીસો આપવામાં આવી હતી અને હાલોલ તાલુકા પંચાયત, રેવન્યુ વિભાગ, તાલુકા મામલતદાર, પોલીસ અધિકારીઓ સાથે ગૌચર જમીન ઉ5રના ગેરકાયદેસર બાંંધકામો દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ગેરકાયદેસર રીતે ગૌચર જમીન માંથી ગેરકાયદેસર કાચા-પાકા દબાણો દુર કરવામાંં આવ્યા. મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વીજ કનેકશન દુર કરવામાં આવ્યા હતા. કણજરી ગ્રામ પંચાયતના તલાટી દ્વારા જણાવવામાં આવ્યું કે, ગાયત્રી નગર 367 હાઉસીંગ બોર્ડના મકાનો આવેલ છે. સરકારી છે તે સિવાયના તમામ બાંધકામો ગેરકાયદેસર હોવાથી નોટીસ અપાઈ હતી. તેવા તમામ 97 બાંધકામો ઉપર બુલડોઝર ફેરવવાની કામગીરી શરૂ કરાઈ છે.
હાલોલના કણજરી ગામે ગૌચરવાળી જમીનમાંં ગેરકાયદેસર કબ્જો કરી તેની ઉપર બાંધકામ કરવામાં આવ્યું હતું અને નકલી (બોગસ) આકરણીના આધારે વીજ કનેકશન લેવામાં આવ્યા હતા. ત્યારે સરકારી આવાસોના મકાનની આકરણી બોગસ છે કે કેમ પછી સરકાર દ્વારા આપેલા મકાનની આકારણી પણ પંચાયત કરી ન હતી. તેની તપાસ જરૂરી છે.
કણજરી ગામે ગૌચરવાળી સરકારી જમીનમાં થયેલ ગેરકાયદેસર દબાણો દુર કરવાની કામગીરી કરવાની હોય ત્યારે હાલોલ અને આસપાસના વિસ્તારો માંથી જેસીબી નહિ મોકલવા માટે ગેરકાયેદસર દબાણકર્તાઓ દ્વારા જણાવાયું હોય આસપાસ માંથી દબાણો દુર કરવા જેસીબી નહિ મળતા ભરૂચના હિટાચી મશીન અને બહાર થી 3 જેસીબી મંગાવીને ગેરકાયદેસર દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરી હતી.