દાહોદમાં 26 27 જુન દરમ્યાન તાલુકા તેમજ જીલ્લાકક્ષાએ સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

  • અરજદાર તાલુકા સ્વાગત તેમજ જીલ્લા સ્વાગત માટે પોતાની અરજી ઓનલાઈન કરી શકશે.

સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ ની રાજય અને જીલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્ર્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ ‘તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ દર માસના ચોથા બુધવારે તેમજ જીલ્લા કક્ષાએ દર માસના ચોથા ગુરૂવારે યોજવાનું સૂચન કર્યું છે.

જે અંતર્ગત દાહોદ શહેર અને તમામ તાલુકાઓમાં ‘તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તારીખ 26-06-204 ના રોજ તેમજ જીલ્લા કક્ષાએ જીલ્લા સ્વાગત કાર્યક્રમ તા. 27-06-2024 ના રોજ સવારના 11:00 કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી યોજવામાં આવશે.

તેથી આગામી તારીખ 14-06-2024 સુધીમાં અરજદારોએ પોતાના પડતર પ્રશ્ર્નો અથવા રજૂઆતની અરજી ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’ મથાળા હેઠળ તેમની અરજી સંબંધિત અમલીકરણ અધિકારીની કચેરીને એક જ અરજીને ઓછામાં ઓછા 3 વાર કરેલી નકલ સાથે સંબંધિત મામલતદારની કચેરીને મોકલી દેવાની રહેશે. તા. 14-06-2024 સુધીમાં મળેલ અરજી જ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં લેવામાં આવશે. અરજદાર તાલુકા સ્વાગતમાં https://swagat.gujarat.gov.in/citizenEntry.asspx?frm=ws પર પોતાની અરજી ઓનલાઈનકરી શકશે. ઉપરાંત જીલ્લા સ્વાગત કાર્યક્રમ માટે https://swagat.gujarat.gov.in/citizenEntry.aspx?fem=ws પર ઓનલાઈનઅરજી કરી શકશે. ‘જીલ્લા સ્વાગત કાર્યક્રમ’ માથાળા હેઠળ પોતાની અરજી સંબંધિત અમલીકરણ અધિકારીની કચેરીએ એક જ અરજીને ઓછામાં ઓછી 3 વાર કરેલી અરજીની નકલ અત્રેની કચેરીએ મોકલી આપવાની રહેશે.

દાહોદ શહેર-તાલુકાના તમામ નાગરિકોને જીલ્લા તેમજ તાલુકા સ્વાગત કાર્યક્રમનો લાભ લેવા માટે નિવાસી અધિક કલેક્ટર દ્વારા અખબારી યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.