- આઇસીડીએસ વિભાગ દ્વારા તેલનો જથ્થો ફાળવવા તેમજ છ મહિનાના પેન્ડિંગ બિલો નાખવા ઝઉઘ આવેદન.
- 4,24,700ની ખરીદી કરવાને બદલે ફક્ત દોઢ લાખની જ ખરીદી કરાઈ બાકીના પૈસા ચાંઉ?
- 10 દિવસમાં તપાસ નહીં થાય તો અમે તમામ આંગણવાડી કેન્દ્ર પર મુલાકાત કરી ખુલ્લા પાડીશું..
- આમ આદમી પાર્ટી સંજેલી તાલુકાના પ્રમુખ અલ્પેશ ચારેલ ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી જયેશ સંગાડા સહિતની ટીમ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ને સંબોધીને સંજેલી તાલુકા વિકાસ અધિકારીને આવેદન.
- સંજેલી તાલુકામાં આઈસીડીએસ વિભાગમાં મોટાપાયે ભ્રષ્ટાચાર ને લઈ આમ આદમી પાર્ટી દ્વારા તપાસને લઇ તાલુકા વિકાસ રજુવાત કરાઈ.
દાહોદ,સંજેલી તાલુકાની 137 આંગણવાડી કેન્દ્ર આવેલા છે. જેમાં 0 થી 6 માસના બાળકો 6 થી 3 અને 3 થી 6 વર્ષ 14 થી 18ની કિશોરીઓ સાથે સગર્ભા ધાત્રી માતાઓની 13,000 ઉપરાંત લાભાર્થીઓની સંખ્યા આવેલી છે. જેમાં સરકાર દ્વારા વિવિધ યોજનાઓ કાર્યરત મૂકવામાં આવી છે. જેમાં આઈસીડીએસ વિભાગમાં થયેલ કથીત ભ્રષ્ટાચારને લઈ તપાસ કરવા રજૂઆત કરાઈ. છેલ્લા છ સાત મહિનાથી પોષણ સુધા યોજનાના બીલો ચૂકવવામાં આવ્યા નથી. જ્યારે સરકારનો પરિપત્રને પણ ગોળીને પી જતા હોય તેમ જોવાઈ રહ્યું છે. પોષણ સુધા યોજનામાં એડવાન્સમાં બિલો નાખવા છતાં પરિપત્રને પણ ઘોળીને પી જતાં હોય તેમ આઇસીડીએસ વિભાગના સીડીપીઓ તેમજ પોષણ સુધા યોજનામાં વાસણોની ખરીદી માટે 4,27,400 સરકાર દ્વારા ફાળવવામાં આવ્યા હતા.
જેમાં સંજેલી તાલુકાની 137 આંગણવાડી કેન્દ્રદિત 3100 વર્કરો બહેનના ખાતામાં નાખવામાં આવ્યા પરંતુ આઇસીડીએસ વિભાગ દ્વારા તાત્કાલિક મીટીંગ યોજી ખરીધી ઉપરથી કરવાની છે, તેમ કહી બધી બહેનો પાસેથી 3100/-ના લેખે નાખેલા પૈસા ઉઘરાવીને આઇસીડીએસ વિભાગ દ્વારા ખરીદી કરવામાં આવી. કેન્દ્ર દીઠ 3100ની ખરીદી કરવાને બદલે ફક્ત 700 થી 800 રૂપિયાની જ ખરીદી કેમ કરવામાં આવી? બાકીના પૈસા કોણ ચાંઉ કરી ગયું ? કઈ એજન્સીમાં માલ ખરીદયો ? ખરીદીમાં પણ ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયેલો છે. કેટલા રૂપિયાનો માલ ખરીદી કરી બિલ સહિતની તપાસ માટે આમ આદમી પાર્ટી દ્વારા સંજેલી તાલુકામાં રજૂઆત કરાઈ અને આઇસીડીએસ વિભાગ દ્વારા તેલના ડબ્બા ન ફળવાતા છ મહિનાથી વંચિત બહેનો તેલ માટે રાહ જોઈ રહી છે. ત્યારે બહેનોએ પોતાના પૈસાથી ખરીદીને તેલ લેવાનો વારો આવ્યો છે. વહેલી તકે સંજેલી તાલુકાની આંગણવાડી બહેનોને તાત્કાલિક તેલના ડબ્બા ફાળવવામાં આવે તેવી આમાથી પાર્ટીની માંગો પણ કરવામાં આવી.
વધુમાં તાલુકા મહામંત્રી રણજીતભાઈએ જણાવ્યું હતું કે, આવનારા દસ દિવસમાં તપાસ નહીં થાય તો અમે તમામ 137 આંગણવાડી કેન્દ્રની મુલાકાત કરી ખુલ્લા પાડીશું.