લીમખેડાના કથોલીયા બે માસ પહેલા યુવતિના આપધાત પ્રકરણમાં વળાંક જે છોકરા સાથે સગપણ થયા હતા તેની સાથે તકરાર થતાંં આપધાત કર્યો

જીલ્લાના લીમખેડા તાલુકાના કથોલિયા ગામે બે મહિના અગાઉ એક 21 વર્ષીય યુવતીએ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના પ્રકરણમાં નવો વળાંક સામે આવ્યો છે. જેમાં મૃતક યુવતીની સગાઈ જે છોકરા સાથે થઈ હતી. તેની સાથે કોઈ કારણોસર બોલાચાલી થતા અને યુવક દ્વારા યુવતીને મોબાઇલ ફોનમાં બેફામ ગાળો બોલતા યુવતીને લાગી આવ્યું હતું અને જેને પગલે તેને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાના આક્ષેપો સાથે મૃતક યુવતીની બહેન દ્વારા દાહોદ જીલ્લા પોલીસવડા તેમજ પંચમહાલ આઈજીને લેખિત રજૂઆત કરી ન્યાયની માંગણી કરી હોવાનું જાણવા મળે છે.

ગત તારીખ 2 એપ્રિલના રોજ લીમખેડા તાલુકાના કથોલીયા ગામે દેહધા રહેતા 21 વર્ષીય આરતીબેન બાબુભાઈ દેહધા એ પોતાના ઘરમાં ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે આ મામલે ન્યાયની માંગણી સાથે મૃતક આરતી બહેનની બહેન સુલોચનાબેન બાબુભાઈ દેહધા દ્વારા દાહોદ જીલ્લા પોલીસવડા તેમજ પંચમહાલ રેન્જ આઈજી ને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે પોતાની બહેનની સગાઈ લીમખેડા તાલુકાના ઉસરા ગામે રહેતો અલ્પેશભાઈ ઉર્ફે વિપુલભાઈ ગોપાલભાઈ મુનિયા સાથે સગાઈ થઈ હતી. ત્યારે ગત તારીખ 2 એપ્રિલના રોજ આરતી બહેન અને અલ્પેશ ભાઈ વચ્ચે કોઈ બાબતે તકરાર થઈ હતી. જેને પગલે બંને વચ્ચે મોબાઇલ ફોન તેમજ સોશિયલ મીડિયા માધ્યમથી વાતચીત થઈ રહી હતી અને જેમાં અલ્પેશભાઈ દ્વારા મૃતક આરતીબહેનને બેફામ ગાળો બોલી આરતીબહેનને પોતાના મોબાઈલમાંથી બ્લોક કરી નાખ્યા હતા. જે બાબતે આરતીબેનને મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે મૃતક આરતી બહેનની બહેન સુલોચના બહેન દ્વારા પોતાની બહેનને ન્યાય મળે તે માટે અલ્પેશભાઈ ઉર્ફે વિપુલભાઈ મુનિયા પોતાની બહેનના મોતનો જવાબદાર હોવાને કારણે અલ્પેશભાઈ ઉર્ફે વિપુલભાઈ મુનિયા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી છે.