પંચમહાલ જીલ્લા સહિત ગોધરા શહેર અને તાલુકા પોલીસ મથકમાં ગઈકાલથી આજદિન સુધી ગોધરા સિવિલ હોસ્પિટલના ચોપડે નોંધાયેલા અકસ્માતના અલગ અલગ 22 જેટલા બનાવમાં 22 લોકો ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં ત્રણ જેટલા લોકોની હાલત ગંભીર પ્રકારે હોવાથી સારવાર દરમિયાન તેઓનું મોત નીજ્યું હતું.
પંચમહાલ જીલ્લા સહિત ગોધરા શહેરમાં સિવિલ હોસ્પિટલના ચોપડે નોંધાયેલા અલગ અલગ 22 અકસ્માતના બનાવો નોંધવા પામ્યા હતા. જેમાં ગંભીર પ્રકારે ઇજાગ્રસ્ત થયેલા દર્દીઓને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ત્રણ લોકોની હાલત ક્રિટિકલ હોવાના કારણે સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું. હાલ ત્રણે લોકોને ગોધરા સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં પીએમ અર્થે મોકલેલ છે.
ગોધરા શહેરના શહેરા ભાગોળ ડબગર વાસ ખાતે રહેતા હિંમતભાઈ જગાભાઈ ડબગર પોતાની નોંધાયેલ પોલીસ ફરિયાદમાં જણાવેલ કે ગઈકાલે તેઓનો દીકરો રોહિતભાઈ હિંમતભાઈ ડબગર પોતાની મોટરસાયકલ નંબર જીજે-17-બીબી-2049 લઈને પોતાના ઘર તરફ આવી રહ્યો હતો. ત્યારે મોટરસાયકલ નંબર જીજે-17- સીએફ-6454ના ચાલકે પોતાની બાઇક પુર ઝડપે હંકારી અને મરણજનાર રોહિતભાઈ ડબગરને મોટરસાયકલને ટક્કર મારી જમણા પગે ફેક્ચર કરી તથા માથાના ભાગે ગંભીર પ્રકારે ઇજા કરી હતી. જેથી તાત્કાલિક 108 મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં રોહિત ડબગરની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે એસએસજી વડોદરા ખાતે લઈ જતા કાલોલ નજીક રસ્તામાં મરણ ગયા હતા. જ્યાં અકસ્માત કરનાર મોટરસાયકલ નંબર જીજે-17-સીએફ-6454 ના ચાલક પોતાની બાઇક સ્થળ ઉપર મૂકીને નાસી છૂટ્યો તો હાલ તો ગોધરા તાલુકા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરેલ છે.
જ્યારે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે નોંધાયેલા અકસ્માતના 22 બનાવમાં ખેડા તાલુકામાં રહેતા પટેલ જશવંતભાઈ કનુભાઈ ઉંમર 62 અકસ્માતમાં ગંભીર પ્રકારે ઘાયલ થતાં સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું. જ્યારે ગોધરા તાલુકાના ભામૈયા પાસે આવેલા દાદા ભગવાનના મંદિર પાસે લગ્ન માંથી પરત આવી રહેલ ફોર વ્હીલ ગાડી નીચે એક કૂતરૂં આવી જતા ગાડી હંકારી રહેલ સંજયભાઈ રમેશભાઈ કટારા સ્ટેરિંગ ઉપર કાબુ ગુમાવતા ફોર વ્હીલ ગાડી પલટી ખાઈ ગઈ હતી. જેમાં ગંભીર પ્રકારે ઇજાગ્રસ્ત થયેલા સંજયભાઈ રમેશભાઈ કટારાની તાત્કાલિક 108 મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું.
ઇજાગ્રસ્તો……..
1.દિલીપભાઈ કનુભાઈ બારીયા રહે. પહાડ સિંગવડ, 2.મનીયાભાઈ છગનભાઈ બારીયા રહે. પહાડ સીંગવડ, 3.અજયભાઈ ભરતભાઈ પરમાર રહે.વાનોડ ઠાસરા, 4.વિજયભાઈ મંગળભાઈ પરમાર રહે. વાનોડ ઠાસરા, 5.સુરેશભાઈ છત્રસિંહ બારીયા રહે. ખડકી, 6.અલ્પાબેન રમેશભાઈ કટારા રહે.ડોક્ટરના મુવાડ, 7.વર્ષાબેન ભરતભાઈ કટારા રહે. ડોક્ટરના મુવાડ, 8.આયુષ અશોકભાઈ કટારા રહે. ગોવિંદી, 9.રેખાબેન ભલાભાઇ કટારા રહે. ડોક્ટરના મુવાડા, 10.સંજયભાઈ વણઝારા રહે. કેવડીયા, 11.જાનકીબેન સંજયભાઈ વણઝારા રહે. કેવડીયા, 12.લક્ષ્મીબેન જીતેન્દ્રભાઈ બારીયા રહે. ગેંગડીયા, 13.જીતેન્દ્રભાઈ પ્રભાતસિંહ બારીયા રહે. ગેંગડીયા, 14.વણઝારા ટીનભાઈ રઘુભાઈ રહે. સાપા, 15.ગણપતભાઈ ભુરાભાઈ માછી રહે.વડેલાવ, 16.હર્ષદકુમાર જીતેન્દ્ર બારીયા રહે. ગાંગડીયા, 17.મનીષ બળવંત નાયકા રહે.ખાનપુર, 18.હિરેન આર હીરાગર રહે. ગોધરા, 19.અલ્પાબેન હિરેનભાઈ હીરાગર રહે. ગોધરા, 20.હની હિરેનભાઈ હીરાગર રહે. ગોધરા.
મરણ જનાર……
1.રોહિત કુમાર હિંમતભાઈ ડબગર રહે. ગોધરા, 2. પટેલ જશવંતભાઈ કનુભાઈ રહે.ખેડા,3. સંજયભાઈ રમેશભાઈ કટારા રહે. ડોક્ટરના મુવાડા ગોધરા.