સંસદના ચોમાસુ સત્રના બીજા દિવસે. લોકસભામાં રક્ષામંત્રી રાજનાથ સિંહે લોકસભામાં ચીન અને સરહદ વિવાદ પર નિવેદન આપ્યુ હતું કે પીએમ મોદીએ બહાદુર જવાનો સાથે મુલાકાત કરી હતી અને સંદેશો આપ્યો હતો કે દેશવાસીઓ વીર જવાનોની પડખે છે. મે પણ શૂરવીરોની સાથે સમય વિતાવ્યો છે. આજે હું આ સદનમાં લદાખની સ્થિતિથી સભ્યોને માહિતગાર કરવા આવ્યો છું.
ચીને લદાખમાં બહુ પહેલેથી કેટલાક વિસ્તારો પર કબ્જો જમાવ્યો હતો. આ ઉપરાંત પાકિસ્તાને ચીનને પીઓકેની પણ કેટલીક જમીન સોંપી દીધી. ચીન માને છે કે ટ્રેડિશનલ લાઈન અંગે બંને દેશોની અલગ અલગ વ્યાખ્યા છે. બંને દેશ 1950-60ના દાયકાથી તેના પર વાત કરી રહ્યાં હતાં પરંતુ કોઈ સમાધાન નીકળ્યું નથી. આ એક મોટો મુદ્દો છે અને તેનો ઉકેલ શાંતિપૂર્ણ અને વાતચીત કરીને કાઢવો જોઈએ. સરહદ પર શાંતિ જાળવી રાખવી જરૂરી છે. 988 બાદથી બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોનો વિકાસ થયો.
ભારતનું માનવું છે કે દ્વિપક્ષીય સંબંધ પણ વિક્સિત થઈ શકે છે અને સરહદનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ આવી શકે છે. જો કે તેની અસર દ્વિપક્ષીય સંબંધો ઉપર પણ પડી શકે છે. હાલ LACને લઈને બંને દેશોની અલગ અલગ વ્યાખ્યા છે. બંને દેશો વચ્ચે શાંતિ જાળવી રાખવા માટે સમજૂતિઓ છે. 1990થી 2003 સુધી બંને દેશોએ આપસી સહમતિ બનાવવાની કોશિશ કરી પરંતુ ત્યારબાદ ચીન આ દિશામાં આગળ વધ્યું નહીં.