- નિમુબેન ગુજરાતના ભાવનગરના સાંસદ છે. લોક્સભા ચૂંટણી લડતા પહેલા તેઓ મેયર હતા
મોદી સરકાર ૩.૦નો શપથ ગ્રહણ સમારોહ ૯ જૂને રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયો હતો. આ દરમિયાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા. આ વખતે મોદી કેબિનેટમાં ૭ મહિલા મંત્રીઓને સ્થાન મળ્યું છે. આ મહિલા મંત્રીઓમાં નિર્મલા સીતારમણ, અન્નપૂર્ણા દેવી, અનુપ્રિયા પટેલ, શોભા કરંદલાજે, રક્ષા ખડસે, સાવિત્રી ઠાકુર અને નીમુબેન બાંભણિયાનો સમાવેશ થાય છે. ૬૪ વર્ષીય નિર્મલા સીતારમણ રાજ્યસભાના સાંસદ છે. જ્યારે અન્નપૂર્ણા દેવી (ઉંમર ૫૫ વર્ષ) ઝારખંડની કોડરમા સીટ પરથી ચૂંટણી જીત્યા છે. રક્ષા ખડસે મોદી કેબિનેટની સૌથી યુવા મહિલા મંત્રી છે, ૩૭ વર્ષીય રક્ષા ખડસે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા એકનાથ ખડસેની વહુ છે તે રોવર સીટ પરથી ચૂંટણી જીત્યા છે.
નિર્મલા સીતારમણે ૩૧ મે ૨૦૧૯ ના રોજ કોર્પોરેટ બાબતોના પ્રધાન અને ભારતના ૨૮મા નાણા પ્રધાન તરીકે શપથ લીધા હતા. તેમણે ભારતના બીજા મહિલા સંરક્ષણ પ્રધાન તરીકે પણ સેવા આપી છે. સીતારમણ ૨૦૦૬માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને ૨૦૧૦માં પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે નિયુક્ત થયા હતા. ૨૦૧૪માં સીતારમણને નરેન્દ્ર મોદીની કેબિનેટમાં આંધ્ર પ્રદેશમાંથી જુનિયર મંત્રી તરીકે સામેલ કરવામાં આવ્યા હતા અને આંધ્ર પ્રદેશમાંથી રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. નિર્મલા સીતારમણનો જન્મ ૧૮ ઓગસ્ટ, ૧૯૫૯ના રોજ તમિલનાડુના મદુરાઈમાં થયો હતો.
નિમુબેન ગુજરાતના ભાવનગરના સાંસદ છે. તેઓ રાજકારણી હોવા ઉપરાંત એક કાર્યકર પણ છે. લોક્સભા ચૂંટણી લડતા પહેલા તેઓ મેયર હતા. ભાવનગરના તત્કાલિન સાંસદ ભારતીબેન શિયાળની ટિકિટ કાપીને તેમને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. તેમણે પોતાના પ્રતિસ્પર્ધીને સાડા ચાર લાખ મતોથી હરાવ્યા હતા. તે તેલપદા કોળી સમુદાયમાંથી આવે છે. નિમુબેન નો જન્મ ૧૯૬૬માં થયો હતો. તેમના પતિનું નામ જયંતિભાઈ બાંભણિયા છે. તેણે સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તેમણે બી.એડ પણ કર્યું છે.
ઝારખંડથી મોદી કેબિનેટમાં સ્થાન મેળવનાર અન્નપૂર્ણા દેવી બીજી વખત સાંસદ બન્યા છે. અગાઉ ૨૦૧૯ માં તેમણે કોડરમાથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. અગાઉ ભાજપે તેમને શિક્ષણ રાજ્યમંત્રી બનાવ્યા હતા. આ વખતે પણ તેમના પર વિશ્ર્વાસ વ્યક્ત કરીને તેમણે બીજી વખત મંત્રી પદના શપથ લીધા છે. અન્નપૂર્ણા દેવીનું પૂરું નામ અન્નપૂર્ણા દેવી યાદવ છે. તે કોડરમા ઝારખંડથી લોક્સભાના સભ્ય છે. તેમણે ભારતીય જનતા પાર્ટીના સભ્ય તરીકે ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી જીતી હતી. તેઓ ભાજપના રાષ્ટ્રીય ઉપાયક્ષોમાંથી એક છે. આ પહેલા તે રાષ્ટ્રીય જનતા દળમાં હતા. પોતાના પતિના અવસાન પછી રાજનીતિમાં પ્રવેશ્યા અન્નપૂર્ણા દેવી ઇત્નડ્ઢમાં હતા.
અનુપ્રિયા પટેલ ઉત્તર પ્રદેશના રાજકારણમાં એક યુવા મહિલા ચહેરો છે. તેણી તેના પિતા સોનેલાલની પાર્ટી અપના દળ (એસ)નું પ્રતિનિધિત્વ કરે છે. અપના દળ પક્ષ બે જૂથોમાં વહેંચાયેલો છે, અપના દળ (એસ) જેનું પ્રતિનિધિત્વ અનુપ્રિયા પટેલ કરે છે અને અપના દળ (કૃષ્ણ પટેલ જૂથ)નું પ્રતિનિધિત્વ તેની માતા કરે છે. અનુપ્રિયા પટેલનો જન્મ ૨૯ એપ્રિલ ૧૯૮૧ના રોજ કાનપુર, ઉત્તર પ્રદેશમાં થયો હતો.
ત્રીજી વખત લોક્સભા સાંસદ બનેલા શોભા કરંદલાજેને ફરી એકવાર મોદી કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે. શોભા મોદી સરકાર ૨.૦ માં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી હતા. ૫૭ વર્ષની શોભાએ સોશિયલ વર્કમાં ગ્રેજ્યુએશન અને સોશિયોલોજીમાં સ્છ કર્યું છે. શોભા કરંદલાજેની ગણતરી કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાની નજીકના લોકોમાં થાય છે. ભાજપ સાથે તેમનું જોડાણ લગભગ ૨૫ વર્ષ જૂનું છે.
મોદી કેબિનેટમાં સામેલ થયેલી રક્ષા ખડસેએ બીએસસી સુધી કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યો છે. ૩૭ વર્ષીય રક્ષા ખડસે મહારાષ્ટ્ર ભાજપના વરિષ્ઠ નેતા એકનાથ ખડસેની વહુ છે. ખડસે ૨૬ વર્ષની ઉંમરે પહેલીવાર સાંસદ બન્યા હતા. રક્ષાના પતિ નિખિલ ખડસેએ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.
હવે ગૃહ અને કેન્દ્રીય કેબિનેટમાં મધ્યપ્રદેશના માલવા અને નિમાર પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરશે. ૪૬ વર્ષીય સાવિત્રી ઠાકુર મયપ્રદેશમાં ભાજપનો આદિવાસી ચહેરો છે, તેમણે પંચાયત ચૂંટણીથી લઈને સંસદ સુધીની સફર કરી છે. તે ૨૦૦૪ થી ૨૦૦૯ સુધી જિલ્લા પંચાયત રહી ચુકી છે. તે ૨૦૧૪માં પહેલીવાર સાંસદ બન્યા હતા અને હવે ૨૦૨૪માં ફરી એકવાર બીજેપીના સાંસદ બન્યા છે.