મોડી રાત્રે ભૂકંપના આંચકાથી રાજસ્થાન હચમચી ગયું, કોઈ જાન-માલનું નુક્સાન નથી

રાજસ્થાનમાં ગઈકાલે રાત્રે ૧૧.૪૭ કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર સીકર જિલ્લામાં હર્ષ હોવાનું જાણવા મળ્યું છે. તેની ઊંડાઈ સપાટીથી ૫ કિમી હતી. હાલમાં ભૂકંપના કારણે કોઈ જાન-માલના નુક્સાનની કોઈ માહિતી નથી.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં શનિવારે મોડી રાત્રે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૨ માપવામાં આવી હતી. ભૂકંપના કારણે સીકર જિલ્લાના ઘણા વિસ્તારોમાં તેમજ ડિદવાના, ચુરુ, નાગૌર જિલ્લાઓમાં જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની અસર ડીડવાના, કુચામન, લદનુન, મકરાના, સાલાસર, સીકર અને ખાટુશ્યામજીમાં પણ અનુભવાઈ હતી. આ ઉપરાંત રીંગા નગર, ધોડ અને જીનમાતા મંદિરમાં પણ તેની અસર જોવા મળી હતી.