ઘોઘંબા તાલુકાના દામાવાવ રોડ ઉપર બાઈક ચાલકે પોતાનુ વાહન પુરઝડપે હંકારી લાવીને રોડ ઉપર જંગલી ભુંડ સાથે અથડાવી દેતા બાઈક ઉપરથી નીચે પટકાતા બાઈક પાછળ બેઠેળ મહિલાને ગંભીર ઈજાઓ થતાં મોત નીપજયું હતુ.
પ્રાપ્ત માહિતી અનુસાર ઘોઘંબા તાલુકાના દામાવાવ રોડ ઉપરથી પસાર થતાં બાઈક નં.જીજે-17-એએમ-3318ના ચાલકે પોતાનુ વાહન પુરઝડપે હંકારી લાવી રોડ ઉપર જંગલી ભુંડ સાથે અથડાઈ દેતા જેને લઈ બાઈક પાછળ બેઠેલ ફુલડીબેન મોહનભાઈ બારીયાને શરીરે ગંભીર ઈજાઓ થતાં મોત નીપજવા પામ્યુ હતુ. જયારે બાઈક ચાલકે પોતાને શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચાડી ગુનો કર્યાની ફરિયાદ નોંધાવવા પામી છે.