દાહોદ, દેવગઢ બારીઆ તાલુકાના રૂપારેલ ગામે એક ઈસમ દ્વારા એક 16 વર્ષીય સગીરાનું અપહરણ કરી પોતાના ઘરમાં ગોંધી રાખી સગીરાની મરજી વિરૂદ્ધ અવારનવાર દુષ્કર્મ આચરતા પોલીસમાં ફરિયાદ થયાનું જાણવા મળે છે.
ગત તારીખ 9મી જુનના રોજ દેવગઢ બારીઆ તાલુકાના નવાવાવ ગામે ડુંગળી ફળિયામાં રહેતો પ્રવીણભાઈ નરવતભાઈ બારીયાએ રાત્રિના ત્રણ વાગ્યાના આસપાસ દેવગઢબારિયા તાલુકામાં રહેતા એક વ્યક્તિને ત્યાં ગયો હતો. અને ઘરમાં સૂઈ રહેલ એક 16 વર્ષીય સગીરા રાત્રિના સમયે કુદરતી હાજર કરવા નીકળી હતી. તે સમયે પ્રવીણભાઈએ 16 વર્ષે સગીર અને પકડી પાડી તેનું મોઢું દબાવી મારી નાખવાની પત્ની તરીકે રાખવા સારૂં 16 વર્ષીય સગીરાને પોતાના ઘરે લઈ ગયો હતો અને જ્યાં સગીર અને ગોંધી રાખી સગીરાની મરજી વિરૂદ્ધ અવારનવાર દુષ્કર્મ આ ચરતા આ સંબંધે સગીરાના પિતા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળથી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.