શહેરા તાલુકાના ગામોમાં ધારાસભ્યના માર્ગદર્શનમાંં ખાસ ગ્રામસભાનુંં આયોજન

શહેરા તાલુકાના ગામોમાં ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના માર્ગદર્શન હેઠળ ખાસ ગ્રામસભા નું આયોજન કરવામાં આવી રહયુ છે. તાલુકાના ધામણોદ અને વાઘજીપુર ગામની ગ્રામ પંચાયત કચેરી ખાતે તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલિયા અને ભાજપ અગ્રણી હાજાભાઈ ચારણ તેમજ ભાજપ યુવા મોરચા મહામંત્રી ધર્મેન્દ્રસિંહ પટેલની ઉપસ્થિતિમાં ગ્રામજનોએ પાણી, રસ્તા, તેમજ અન્ય પ્રશ્ર્નો રજૂ કર્યા હતા.

શહેરાના ધારાસભ્ય અને વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ દ્વારા તાલુકાના ગ્રામીણ વિસ્તારના પ્રશ્ર્નો અને સમસ્યા હલ થાય એ માટે ખાસ ગ્રામસભા નું આયોજન કરવામા આવ્યુ છે. જ્યારે તાલુકાના ધામણોદ અને વાઘજીપુર ગામની ગ્રામ પંચાયત ખાતે તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલિયા, ભાજપ અગ્રણી હાજાભાઈ ચારણ તેમજ ભાજપ યુવા મોરચાના મહામંત્રી ધર્મેન્દ્રસિંહ પટેલનું ગામના અગ્રણીઓ દ્વારા ફૂલોનું બુકે આપીને સ્વાગત કરીને ખાસ ગ્રામસભાની શરૂઆત કરાઈ હતી. ગ્રામસભામાં તાલુકા ભાજપ પ્રમુખ અને ભાજપ અગ્રણીઓ તેમજ તાલુકા મથક ખાતે આવેલી મામલતદાર, તાલુકા પંચાયત, પાણી પુરવઠા સહિતની મહત્વની વિવિધ કચેરીના કર્મચારીઓ સમક્ષ ઉપસ્થિત ગ્રામજનોએ પ્રધાનમંત્રી આવાસ, પાણી, રસ્તા તેમજ વિવિધ સમસ્યાઓ ના લગતા પ્રશ્ર્નો રજૂ કર્યા હતા. જોકે, આ ગ્રામ સભામાં જાગૃત ગ્રામજનો સહેજ પણ ડર વગર પોતાના પ્રશ્ર્નો રજૂ કરતા જોવા મળવા સાથે તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલિયા અને હાજાભાઇ ચારણ ગ્રામજનો ની રજૂઆત સાંભળતાની સાથે જે તે કચેરીના કર્મચારીઓને રજૂ થયેલા પ્રશ્ર્નો વહેલી તકે હલ કરવા માટે જણાવી રહયા હતા.આ ગ્રામસભામાં તાલુકા મથક ખાતે આવેલી વિવિધ સરકારી કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હોય ત્યારે તેઓ દ્વારા ગામની મુલાકાત લેવામાં આવે જેથી પાણી, રસ્તાને લગતા રજૂ થયેલા પ્રશ્ર્નોને જોતા અત્યંત જરૂરી લાગી રહયું છે. જોકે, તાલુકામાં પ્રથમ વખત ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડના માર્ગદર્શન હેઠળ તાલુકા ભાજપ દ્વારા એક અનોખી પહેલ સાથે ગ્રામજનોની સમસ્યા હલ થાય એ માટે ખાસ ગ્રામસભા રાખવામાં આવી રહી હોવાથી અનેક ગામોના પ્રશ્ર્નો અને સમસ્યાનો અંત આવી શકે તો નવાઈ નહી.

ધામણોદ ગ્રામ પંચાયતના મહિલા તલાટી એ પોતાનું દુ:ખ વ્યક્ત કર્યુ…

ધામણોદ ગામની ગ્રામ પંચાયત ખાતે ગ્રામસભા પૂર્ણ થયા બાદ ગ્રામ પંચાયતના તલાટી સંગીતાબેન એ જીલ્લા પંચાયત સદસ્ય અને તાલુકા પંચાયત સદસ્યની ઉપસ્થિતિમાં તેમને દુ:ખ વ્યક્ત કરીને રજૂઆત કરી હતી કે, ગ્રામ પંચાયત કચેરી ખાતે આવતા અમુક અરજદારો દ્વારા અમારી સાથે અસભ્ય વર્તન કરવામાં આવી રહયુ છે. અને અમુક કામ નિયમ મુજબ ન થતું હોવાથી અમે નથી કરતા તો અમારો મોબાઈલથી વિડીયો ઉતારતા હોઇ છે. આવું ગ્રામ પંચાયત કચેરી ખાતે હવેથી ન બને તે માટે તેઓ વિનંતી કરતા નજરે પડી રહ્યા હતા.