
શહેરા સિંધી સમાજની વાડી ખાતે નિરંકારી સદગુરૂ માતા સુદીક્ષાજી મહારાજની પ્રેરણાથી નિરંકારી બાળ સંત સમાગમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દાહોદ, પંચમહાલ તેમજ અન્ય જીલ્લાના ગામો માંથી 150 જેવા બાળ સંતોએ ભાગ લીધો હતો.
શહેરા નગરમાં આવેલ સિંધી સમાજની વાડી ખાતે સંત નિરંકારી મિશન દ્વારા નિરંકારી બાળ સંત સમાગમ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પંચમહાલ, દાહોદ તેમજ અન્ય જીલ્લામાંથી 150 જેટલા બાળ સંતોએ ભાગ લીધો હતો. આ નિરંકારી બાળ સંત સમાગમ કાર્યક્રમમાં ભાગ લેનારા બાળકોએ કવિતાઓ, ભજન, ગીત અને નાટોકોના માધ્યમથી પ્રેરક વિચાર વ્યક્ત કરી નિરંકાર પ્રભુ અને સત્સંગમાં જોડાયેલા રહેવાનો સંદેશો ઉપસ્થિત સૌને આપ્યો હતો. જ્યારે આ કાર્યક્રમ ઉપસ્થિત ઇન્દોર ઝોનના જ્ઞાન પ્રચારક રમેશકુમાર વસ્ત્રાકરજી એ બાળ સંતો અને યુવાઓના ઉત્સાહની પ્રશંસા કરવાની સાથે જ તેઓના ઉજ્જવળ ભવિષ્યની કામના કરતા કહ્યું કે નિરંકારી સદગુરૂ માતા સુદીક્ષાજી મહારાજ દિવ્ય શિક્ષાઓનાં માધ્યમથી બાળ સંતો અને યુવાઓને શ્રેષ્ઠ સંસ્કાર આપી રહ્યા છે, જેથી આવનારી પેઢી માત્ર પોતાના પરિવારનું જ નહી પરંતુ પોતાના દેશનું પણ નામ રોશન કરે અને સદગુરૂ થી બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરી આધ્યાત્મને જીવનમાં અપનાવે. બાળકોને બાળપણ થી જ સત્સંગ માં લાવવું ખુબ આવશ્યક છે, આજના સમયમાં જ્યાં બાળકો કુસંગતિ નો સંગ કરી લે છે અને પરિણામસ્વરૂપ ઘરનું વાતાવરણ ખરાબ થઇ જાય છે જેથી બાળ સમાગમોનો ઉદ્દેશ્ય દરેક સંતોને આધ્યાત્મિકતા તરફ પ્રેરિત કરવાનો છે.દાહોદ ઝોનની બ્રાન્ચ પટીયાના સંયોજક ભુપત સિંહ ચૌહાણ એ બાળ સમાગમમાં સંમિલિત દરેક બાળકો, અભિભાવકો, સેવાદળના સદસ્યો અને ત્યાં ઉપસ્થિત સાધ સંગતનો હ્રદયથી ધન્યવાદ કરતા કહ્યું કે બાળ સમાગમના માધ્યમથી એ જ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે બાળ સંતોમાં સેવા, સુમિરણ અને સત્સંગ ઉપરાંત સત્ય, એકત્વની ભાવના, ભાઈચારા જેવા ચારિત્રિક ગુણોનો પણ વિકાસ થાય અને સાથે જ સામાજીક ગુણોનો પણ વિકાસ થઇ શકે તેમ છે. આ કાર્યક્રમમાં સંત નિરંકારી મિશન સાથે જોડાયેલા ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.