
અમદાવાદ થી ઈન્દોર જઈ રહેલ એસ.ટી.બસમાં સવાર મુસાફરનુંં હાર્ટ એટેકથી મોત થતાં ગોધરા એસ.ટી.બસ સ્ટેશનમાં બસ માંથી મૃતક મુસાફરના મૃતદેહને ગોધરા સિવિલમાં ખસેડવામાં આવ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા એસ.ટી.બસ સ્ટેશનમાં અમદાવાદ થી ઈન્દોર તરફ જતી એસ.ટી.બસમાં સવાર મુસાફરનુંં હાર્ટ એટેકથી મોત નિપજાવા પામ્યું હતું. બસમાં હાર્ટ એટેકથી મોત થયેલ મૃતકના મૃતદેહ અંગેની પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ દોડી આવી હતી. મૃતદેહને ગોધરા સિવિલમાં પી.એમ. અર્થે ખસેડવામાં આવ્યો. એસ.ટી.બસના કંડકટરએ જણાવ્યું કે, અમદાવાદથી કેટલાક ઈસમોએ મૃતદેહને બળજબરીથી બસમાં બેસાડયો હતો.