કાલોલ, એસઓજી પોલીસ સ્ટેશનનો સ્ટાફ કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. ત્યારે મધવાસ ગામ તરફ આવતા કેટલાક સમય થી પર પ્રાંતીય માણસોને ભાડેથી મકાન આપી સમય મર્યાદામાં પોલીસને જાણ કરતા નથી. જે અંગેની કાર્યવાહી કરવાની થતી હોવાથી રિલાયન્સ પેટ્રોલ પંપની સામે એક મકાન પાસે ઉભેલ ઈસમની પૂછપરછ કરતા તે પોતે સંદીપ હરિશંકર મિશ્રા મુળ સાહપૂર બિહારનો હોવાનું અને હાલ સંજયકુમાર બળવંતસિંહ રાઠોડના મકાનમાં રૂા.2000/ ના માસિક ભાડેથી રહેતો હોવાનું જણાવેલ મકાન ભાડે આપ્યા બાબતે કાલોલ પોલીસ સ્ટેશનમાં કોઇ નોધ કરાવી નહોતી કે કોઇ આઈ.ડી. પ્રૂફ પણ લીધું નહોતું. જેથી મકાન માલિક સામે જાહેરનામા ભંગ બદલની કાર્યવાહી કરી કાલોલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.