દે.બારીયા શહેરમાં નગર પાલિકા દ્વારા પ્રિમોન્સુનની કામગીરી ગોકુળગતિ શા કારણે ચાલે છે ???

દે.બારીયા, ગુજરાત સરકારીની ગાઈડ લાઈન અનુસાર રાજ્યની દરેક પાલિકાઓમાં 15મી જુન સુધી પ્રિમોન્સુનની કામગીરી પૂર્ણ કરી દેવાનો આદેશ હોય છે. પરંતુ દે.બારીયા નગર પાલિકાના તંત્ર આ મોન્સુનની કામગીરી કરવા ઉંગતુંં રહ્યું છે. તેના પાછળ અનેક ફાયદા રહેલા છે. જે કાર્ય ના થયું હોય તેના પણ કાર્ય થઈ ગયાના બીલો મુકવામાં આવતાં હોય છે. હાલમાં દે.બારીયા શહેરમાં માત્ર 10 ટકા કામ થયું છે. 10 જુન પણ વટી જવા આવી શુંં ? 90 ટકા મોન્સુનનું કાર્ય પાંચ દિવસમાં થઈ શકશે તે વહિવટી તંત્ર જણાવશે ખરા કે પછી અધુરી 10 ટકા કામગીરીના બદલે સો ટકા કામગીરીના બીલો મુકી દેવામાં આવશે તે શહેરની આમ જનતામાં ચર્ચાઈ રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરની વરસાદી કાંસો તેમજ ગંદા પાણીની કાંસો જેમની તેમ છે. સાથે સાથે પીવાના પાણીના શ્રોતો જેવા કુવા, વાવો, પાનમ નદીનુંં ચેક ડેમમાં પણ પાણી પ્રદુષિત થાય તેવા ઝાંડીઓ તેમજ રૂડો કચરો ખદીબદો રહ્યો છે. તેજ પાનમનુંં પાણી વોર્ટસ વર્કમાંં ફિલ્ટર પ્લાન્ટ પણ બંધ છે. પાણીની પાઈપ ગટરો માંથી પસાર થાય છે. તેમાં પણ ગંદુ પાણી ભળી જાય છે. તેનું નિરાકરણ પણ લાવવામાં કેમ આવતો નથી અને શહેરીજનો ના આરોગ્ય સાથે ચેડા કરવા પાછળ કોણ જવાબદાર છે. કોલેરા તેમજ પેટનો દુ:ખાવો, ટાઈફોઈડ, ઝાડાના કેસો થવાનો ભય રહેલો છે. આના પાછળ પ્રદુષિત પાણીની જુની સમસ્યા હલ કરવામાં આવતી નનથી. હાલમાં પણ નલ સે જલ યોજના અંતર્ગત પાણી પુરવઠા સપ્લાય કરાય છે. ત્યારે નળમાં પંદર મીનીટ સુધી પ્રદુષિત ગંદુ અને ગંધ મારતું પાણી નળમાં આવતું હોય છે. જે પણ ઉચ્ચપદના અધિકારીને ક્રોસ તપાસ કરવી હોય તો કસ્બામાં વેલકમ છે. પરંતુ આ બધુ પાંંચ વર્ષથી ચાલતું હોય છે. જનતા ભલે બુમો પાડે પરંતુ જાડી ચામડીના સરકારી બાબુઓનુંં પેટન પાણી હાલતું નથી. આ સમસ્યા જનતા પાલિકા ઓફિસે હલ કરાવવા માટે જાય છે. પરંંતુ ત્યાં કોઈપણ કર્મી કે સી.ઓ.પણ હાજર મળતા નથી. સી.ઓ. તો પંદર દિવસ આંટો ફેરો મારતા હશે તે પાલિકાના કર્મીઓ જણાવે છે. ભારત દેશને આઝાદી મેળવે તેને 75મી વર્ષ ગાંઠ મનાવી રહ્યા હોવા છતાં દે.બારીયા શહેરની આમ જનતાને સ્વચ્છ પાણી મળતુંં નથી. તેના માટે તંત્રની બેદરકારી સમજવી કે પછી ભ્રષ્ટાચારને આપણા રોજીંદા જીવનનેા એક હિસ્સો થઈ ગયો છે. તે આમ જનતાને સમજવો રહ્યો.