- એક ગુનામમાં રિમાન્ડ પૂર્ણ થયા બાદ 9 દિવસના રિમાન્ડ મંજૂર.
- શૈશવ પરીખના 15 દિવસના માંગતા નવ દિવસના ડિમાન્ડ મંજૂર કર્યા.
- દાહોદ શહેરમાં જમીન પ્રીમિયમ પ્રકરણમાં શૈશવ પરીખના 15 દિવસના રિમાન્ડ પોલીસે માંગ્યા હતા. જેમાં થી દાહોદની કોર્ટ દ્વારા શૈશવ પરીખને દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.
- આ તમામ પ્રકરણમાં આવનાર દિવસોમાં અનેક મોટા માથાઓ પોલીસ ચોપડે નોંધાવવાની શક્યતાઓ પ્રબળ વ્યક્ત કરવામાં આવી રહી છે.
દાહોદ,દાહોદ પોલીસે એક અરજીના સંદર્ભે તપાસ કરતા જમીન એનએ કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જેમાં શૈશવ પરીખની ધરપકડ બાદ આજરોજ દાહોદની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં પોલીસે કુલ 15 દિવસના રિમાન્ડની કરી હતી. જેમાં દાહોદ કોર્ટ દ્વારા શૈશવ પરીખના નવ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આધારભૂત સૂત્રો દ્વારા જણાવ્યા અનુસાર દાહોદ જીલ્લા પોલીસ દ્વારા આ પ્રકરણમાં કુલ બે થી ત્રણ ઈસમોની પૂછપરછ પણ હાથ ધોળવામાં આવી રહી છે અને આવનાર દિવસોમાં અન્ય આરોપીઓની પણ સડોણી હોવાનું બહાર આવી શકે તેમ છે. ત્યારે આ પ્રકરણ હાલ દાહોદ શહેર સહી જિલ્લામાં વિશેષ જન માનસમાં અને પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે. સુત્રો અનુસાર જાણવા મળ્યા અનુસાર આ પ્રકરણમાં અનેક માથાઓની પણ સડમણી હોવાનું કહેવાય રહ્યું છે. દાહોદ જિલ્લા પોલીસવાળાની સૂચના અને માર્ગદર્શન હેઠળ મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનમાં અલગ અલગ ટીમોને ખડકી દેવામાં આવી છે અને આ પ્રકરણમાં સામેલ આરોપીઓની ધરપકડના ચક્રોગતિમાન બંધ કરવામાં આવી રહ્યા છે. આવનાર દિવસોમાં આ પ્રકરણમાં અનેક મોટા માથાઓની સળવણી બહાર આવે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.