અભિનેતા કાર્તિક આર્યનની નજર મોટા સ્ટાર્સની હિટ ફિલ્મો પર છે!

કાર્તિક આર્યન પણ સફળતાનો સ્વાદ ચાખવાનો શોખીન બની ગયો છે. તેની ફિલ્મો હવે સિનેમાઘરોમાં રિલીઝ થાય છે અને દર્શકો તેને ખૂબ પસંદ કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કાર્તિક ની કારકિર્દીનો ગ્રાફ નોંધપાત્ર રીતે ઊંચો ગયો છે. અભિનેતાની પાસે હાલમાં ઘણી ફિલ્મો છે. તેની આગામી ફિલ્મોથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે બોક્સ ઓફિસ પર જોરદાર બિઝનેસ કરતી જોવા મળશે. પણ શું તમે એક વાત નોંધી છે?

કાર્તિક આર્યનની તમામ ફિલ્મો જે બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કરી રહી છે તે કાં તો સુપરહિટ ફિલ્મોની રિમેક છે અથવા તો સિક્વલ છે. મોટા સ્ટાર્સ જેમણે તે ફિલ્મોના પહેલા ભાગને હિટ બનાવ્યો હતો, હવે કાર્તિક તેના બીજા ભાગ પર કબજો કરતા જોવા મળે છે. માત્ર અક્ષય કુમારની ભૂલ ભૂલૈયા જ નહીં, હવે સલમાન ખાનની ફિલ્મ પણ કાતકની કીટીમાં આવી ગઈ છે. ચાલો જાણીએ કે કાર્તિકે અત્યાર સુધી કેટલી ફિલ્મોની સિક્વલ અને રિમેકમાં કામ કર્યું છે.

કાર્તિક આર્યનની ફિલ્મ ’શેહજાદા’ દક્ષિણના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની અલા વૈકુંઠપુરરામુલુની સત્તાવાર હિન્દી રિમેક છે. આ ફિલ્મને રોહિત ધવને ડિરેક્ટ કરી હતી. આ તસવીરમાં કાતક ઉપરાંત કૃતિ સેનન પણ લીડ રોલમાં હતી.

અક્ષય કુમારની ’ભૂલ ભુલૈયા’ને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ શાનદાર કમાણી કરી હતી. પરંતુ ફિલ્મના બીજા ભાગમાં અક્ષય કુમારની જગ્યાએ કાર્તિક આર્યનને લેવામાં આવ્યો છે. ’ભૂલ ભુલૈયા ૨’ પણ સુપરહિટ સાબિત થઈ હતી અને કાર્તિકને તેના કામ માટે ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. હવે ટૂંક સમયમાં કાર્તિક ’ભૂલ ભુલૈયા ૩’માં પણ જોવા મળશે. જો કે ત્રીજા ભાગમાં ફિલ્મની સ્ટાર કાસ્ટમાં ઘણો ફેરફાર કરવામાં આવ્યો છે.

’આશિકી’ અને ’આશિકી ૨’ બંને સુપરહિટ ફિલ્મો છે. ચાહકોએ બંને ભાગને ઘણો પ્રેમ આપ્યો. હવે એવું માનવામાં આવે છે કે આ ફ્રેન્ચાઈઝીના ત્રીજા ભાગ માટે કાર્તિક આર્યનનું નામ ફાઈનલ થઈ ગયું છે. તેની સામે લીડ રોલ માટે તૃપ્તિ ડિમરીનું નામ સામે આવી રહ્યું છે.

‘લવ આજ કલ ૨’ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ ના કરી શકી, પરંતુ કાર્તિક ‘લવ આજ કલ ૨’માં સૈફ અલી ખાનની જગ્યા લીધી છે. કાર્તિકની આ ફિલ્મ સૈફ અને દીપિકા પાદુકોણની ૨૦૦૯માં આવેલી આ જ નામની ફિલ્મની સિક્વલ હતી.

કાર્તિક આર્યનની ’પતિ પત્ની ઔર વો’ એ જ નામની સંજીવ કુમારની ૧૯૭૮માં આવેલી ફિલ્મની રિમેક હતી. ફિલ્મમાં ભૂમિ પેડનેકર અને અનન્યા પાંડે પણ મુખ્ય ભૂમિકામાં હતા. ’પતિ પત્ની ઔર વો’ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી અને લોકોએ તેને પસંદ પણ કરી હતી.