સાબરકાંઠામાં અકસ્માત થતા ડોક્ટર પરિવારના ૪ લોકોના મોત

સાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માતમાં ૪ના મોત થયા છે. તેમજ અકસ્માતમાં એક જ પરિવારના ૪ સભ્યોના મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. બર્થ-ડે પાર્ટી મનાવી પરત ફરતી વખતે અકસ્માત થયો હતો. જેમાં ભેટાલી નજીક ટ્રકચાલકે કારને અડફેટે લેતા આ ભયાનક અકસ્મનાત સર્જાયો છે.

નેત્રામલીના ડોક્ટર પરિવારના ૪ સભ્યોના મોત થયા છે. જેમાં રોડની ધીમી કામગીરીને લઈ સપ્તાહમાં ૫ અકસ્માત થયા છે. તેથી હાઇવે ઓથોરિટી સામે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. સાબરકાંઠાનો ઇડર હાઇવે મોતનો હાઇવે બન્યો છે. હિંમતનગર ઇડર હાઇવે પર અકસ્માત થતા સાત માસની બાળકી સહિત ચારના મોત થયા છે. જેમાં ઈડર હિંમતનગર હાઇવે રોડ પર ભેટાલી નજીક અકસ્માત સર્જાયો છે. તેમાં ટ્રક ચાલકે મારૂતિ કારને અડફેટે લેતા એક જ પરિવારના ચારના ધટના સ્થળે મોત થયા છે.

હિંમતનગરથી બર્થ ડે પાર્ટી મનાવી પરત આવતા પરિવારનો અકસ્માત સર્જાયો છે. જેમાં નેત્રામલીના ડોક્ટર પરિવારના ચાર સભ્યોના મોત થતા સ્થાનિકો સાથે ડોક્ટર પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ધીમી ગતિએ ચાલતા રોડ સમારકામથી એક જ સપ્તાહમાં પાંચ અકસ્માત થયા છે. જેમાં હાઇવે ઓથોરિટી સામે સ્થાનિકો સહિત વાહન ચાલકોમાં ભારે આક્રોશ છે. તેમજ રોડ કામના જવાબદાર અધિકારીઓ સામે કડક પગલા લેવા સ્થાનિકોની માગ છે.