સુરતમાં ૧૨ વર્ષીય બાળકનું માથુ રમતા-રમતા લિફ્ટમાં ફસાતા મોત

માતા-પિતા માટે ચેતાવણી રુપ કિસ્સો સામે આવ્યો છે. સુરતના ભટાર વિસ્તારમાં લિફ્ટમાં ફસાતા બાળકનું મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. ૧૨ વર્ષીય બાળક રમતા-રમતા લિફ્ટમાં જતુ રહ્યું છે. બાળક લિફ્ટમાં સ્વિચ ચાલુ કરીને જોવા જતા માથું ફસાયુ હતું. તેણે બહાર નીકળવા માટે પ્રયાસ કરતા બાળકનું માથુ લિફ્ટમાં ફસાયુ હતુ.

બાળક ઓરિસ્સાથી વેકેશન મનાવવા સુરત આવ્યુ હતુ. જે દરમિયાન આ ઘટના બની છે. બાળકનું મોત થતા પરિવારજનોમાં શોકનો માહોલ સર્જાયો છે.બીજી તરફ પોલીસને આ અંગે જણા કરાતા પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બીજી તરફ સુરતમાં દોઢ માસની માસૂમ બાળકીનું રસી મુક્યાના ૧૯ કલાક બાદ મોત થયુ હોવાની ઘટના સામે આવી છે. બાળકીના માતાએ નજીકની આંગણવાડીમાં જઈને બાળકીને રસી મુકાવી હતી. રસી મુક્યા બાદ સવારે બાળકીના નાકમાંથી લોહી નીકળ્યું હતું. બાળકીની તબિયત ખરાબ થતા ક્તારગામ આરોગ્ય કેન્દ્રમાં તપાસ માટે લઈ જવાઈ હતી. ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતા મૃત જાહેર કરી હતી.