જામનગરમાં ૩૦ વર્ષીય યુવકની સરેઆમ હત્યા કરવામાં આવી

જામનગરમાં યુવકની સરેઆમ હત્યા કરવામાં આવી છે. જામનગરના ધરાનગર આવાસમાં રહેતા ૩૦ વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી છે. આડેધડ છરીના ઘા મારીને તેની હત્યા કરવામાં આવી છે. ઇકબાલ કુરેશી નામના યુવકની હત્યા કરવામાં આવી છે.

આ ઘટના બતાવે છે કે જામનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેવી કથળી છે. આ પુરાવો છે કે ગુનેગાર તત્વો જામનગરમાં કેવા બેફામ બન્યા છે. તેમને પોલીસની કોઈ શેહશરમ રહી નથી. ગુનેગારોને ડર રહ્યો નથી. આ રીતે સરેઆમ ખૂન કરવામાં આવી રહ્યા છે. લોહીની નદીઓ વહાવવામાં આવી રહી છે.

પોલીસે હત્યાનો ગુનો નોંધી કલમ ૩૦૨ લગાવી તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. પોલીસે મૃતદેહનો પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોસ્ટમોર્ટમના રિપોર્ટના આધારે આગળ તપાસની દિશા નક્કી થશે.