રાજકોટ શહેરમાં આવેલા ગેમ ઝોનમાં બનેલી ગોઝારી ઘટનાને લઈને સમગ્ર રાજ્ય સહિત પંચમહાલ જીલ્લામાં ગોધરા ફાયર વિભાગ દ્વારા આજે બીજા દિવસે પણ પંચમહાલ જીલ્લા આવેલ ગોધરા, કાલોલ, હાલોલના વિવિધ વિસ્તારોમાં આવેલા હોસ્પિટલો, મોલ, હોટલો, બેકરી સહિતની જગ્યાઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં બેદરકારી દાખવનાર હોસ્પિટલ હોટલો મોલ અને બેકરીના સંચાલકોને નોટિસ પાઠવવામાં આવી હતી.
જેમાં હાલોલ તાલુકામાં આવેલાં ટોટલ ધમાલ મોલ અંકુર હોસ્પિટલ અનંત સુધી હોસ્પિટલ ક્રિષ્ના બાળકોની હોસ્પિટલ હોટલ સ્વામીની અને કાલોલ તાલુકામાં આવેલ સંજીવની હોસ્પિટલ ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવી. જ્યારે ગોધરા શહેરમાં આવેલ શુભમ આઇ એન્ડ ડેન્ટલ, ન્યુ ભાવનગરી ફરસાણ, શાનદાર બેકરી, પેસ્ટી કિંગ બેકરી, હોટલ ગ્રાન્ડ સતલુજમાં ગોધરા ફાયર બ્રિગેડના અધિકારીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં શુભમ ડેન્ટલ હોસ્પિટલ અને ન્યુ ભાવનગરી ફરસાણને ફાયર સેફટીના ઉપકરણો ન હોવાના કારણે નોટીસ પાઠવવામાં આવી હતી. જ્યારે શાનદાર બેકરી અને પેસ્ટી કિંગ નામની બેકરીમાં ફાયર સેફટીના કોઈપણ પ્રકારના સાધનો ન હોવાના કારણે નોટીસ પાઠવીને બંધ કરાવી હતી.