કાલોલ, કાલોલ શહેર સ્થિત નવી પોસ્ટ ઓફિસ, રબ્બાની મસ્જીદ સામેના રોડ ઉપર તળાવનું ઓવર ફ્લો પાણી કાઢવા માટેના નાળા નાખી નાળા ઉપર હાલમાં જ બનાવવામાં આવેલ ચેમ્બરનો ઢાંકણું ટુટી જતા અંદાજીત દશ ફુટ ઉંડો ખાડો હોવાથી અકસ્માત સર્જાવાની શક્યતા લોકોમાં સેવાઈ રહી છે. જયાં દરરોજ હજારો લોકો વાહનો લઇને અવરજવર કરી રહયા છે. જ્યાં રસ્તાની વચ્ચો વચ્ચ ગટરના ચેમ્બર ઉપરનું ઢાંકણું ધણા દિવસો થી એક ભાગ તૂટી ગયો છે અને બીજો ભાગ નીચે બેસી ગયો છે અને વાહનો તથા લોકો અહીં થી મોટીસંખ્યામાં અવર જવર કરે છે, પરંતુ કાલોલ નગર પાલિકા આ ઢાંકણું બદલવાની તસ્દી લીધી ન હોવાથી પારાવાર મુશ્કેલી પડી રહી છે. અજાણ્યા લોકોનો અકસ્માત થવાની શક્યતાઓ સેવાય રહી છે. સ્થાનિક વેપારીઓના જણાવ્યા મુજબ આવતાં જતાં નગરપાલિકાના જવાબદાર લોકોને વારંવાર મૌખિક રજૂઆત કરી હતી, પરંતુ આંખ આડા કાન કરવામાં આવતા પાલિકા તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. ત્યારે કાલોલ નગર પાલિકા દ્વારા તાકીદે ચેમ્બરનું તૂટેલું ઢાંકણું વહેલાસર બદલવાની તસ્દી લઈ મોટી કોઈ દુર્ઘટના કે અકસ્માત ન સર્જાય તે જરૂરી બન્યું છે.