રણબીર કપૂર તેની આગામી ફિલ્મોને લઈને ચર્ચામાં છે. ગયા વર્ષે તેની ’એનિમલ’ આવી અને આ ફિલ્મે ૯૧૫ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું. હાલમાં તે નિતેશ તિવારીની ’રામાયણ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મમાં રણબીર કપૂર રામનો રોલ કરી રહ્યો છે. જ્યારે સાઈ પલ્લવી માતા સીતાનો રોલ કરી રહી છે. આ દરમિયાન રામાનંદ સાગરની ’રામાયણ’ ફેમ દીપિકા ચિખલિયાએ આ ફિલ્મ વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.
રણબીર કપૂર માટે છેલ્લું વર્ષ ધમાકેદાર હતું. વર્ષના છેલ્લા મહિનામાં ‘એનિમલ’ આવી, જેણે દુનિયાભરમાં ૯૧૫ કરોડ રૂપિયાની કમાણી કરી. હવે તે તેની આગામી સૌથી મોટી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે, જે નિતેશ તિવારીની ‘રામાયણ’ છે. આ ફિલ્મમાં એક તરફ રણબીર કપૂર ભગવાન ‘રામ’નો રોલ કરી રહ્યો છે તો બીજી તરફ સાઈ પલ્લવીએ ‘માતા સીતા’નો રોલ કર્યો છે.
આ સિવાય યશ ‘રાવણ’ બની રહ્યો છે. તો ‘હનુમાન’ના રોલ માટે સની દેઓલને ફાઈનલ કરવામાં આવ્યો છે. ફિલ્મનું શૂટિંગ ઘણા સમય પહેલા શરૂ થઈ ગયું છે. ફિલ્મના સેટ પરથી લુક્સ પણ બે વખત લીક થયા છે, જેના કારણે નિતેશ તિવારી ખૂબ ગુસ્સે થયા હતા.
એક તરફ રણબીર કપૂરની આ બહુપ્રતિક્ષિત ફિલ્મને લઈને લોકો ખૂબ જ ઉત્સાહિત છે. બીજી તરફ લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે. રામાનંદ સાગરની ‘રામાયણ’ ફેમ દીપિકા ચિખલિયાએ ફિલ્મ બની તે પહેલા જ પોતાનો વાંધો વ્યક્ત કર્યો હતો. તેમનું માનવું છે કે ફિલ્મ ન બનવી જોઈએ.
હાલમાં જ એક મીડિયા સાથે વાત કરતા દીપિકા ચિખલિયાએ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તેણી કહે છે કે લોકોએ ધામક ગ્રંથો સાથે છેડછાડ ન કરવી જોઈએ. આ દરમિયાન તેણે નિતેશ તિવારીની રામાયણ પર પણ સવાલો ઉઠાવ્યા હતા અને નિરાશા વ્યક્ત કરતી જોવા મળી હતી. તેણે કહ્યું કે : “સાચું કહું તો હું એવા બધા લોકોથી ખૂબ જ નિરાશ છું જેઓ રામાયણ બનાવતા રહે છે. તેમનું માનવું છે કે આવું ન કરવું જોઈએ.
“લોકો તેને બગાડે છે. મને નથી લાગતું કે રામાયણ વારંવાર બનવી જોઈએ. જ્યારે પણ તે બને છે ત્યારે તેમાં લેટેસ્ટ ઉમેરવાનો પ્રયાસ કરવામાં આવે છે. ક્યારેક નવી વાર્તા, નવો એંગલ તો ક્યારેક નવો લૂક.
આ પ્રસંગે દીપિકા ચીખલીયાએ પણ ‘આદિપુરુષ’નો ઉલ્લેખ કર્યો હતો. તે કહે છે કે કૃતિ સેનનને ફિલ્મમાં ગુલાબી રંગની સાટીન સાડી આપવામાં આવી હતી. સૈફ અલી ખાનને અલગ લુક આપવામાં આવ્યો હતો. કારણ કે તે તેમાં કંઈક અલગ કરવા માંગતો હતો. તેણે કહ્યું કે, આવી સ્થિતિમાં તમે ‘રામાયણ’ની સંપૂર્ણ અસર બગાડી રહ્યા છો. મને નથી લાગતું કે કોઈએ આ કરવું જોઈએ. તેને બાજુએ મૂકવું જોઈએ, બસ આવું ના કરો.